Ahmedabad: SG હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ડમ્પર-એક્ટિવાની ટક્કરમાં વિદ્યાર્થીનું કરૂણ મોત
Accident News: આજે વહેલી સવારે અમદાવાદના એસજી હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત થયું છે. ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદઃ અમદાવાદમાં બેફામ વાહનો દોડવાના કારણે જીવલેણ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. આજે વહેલી સવારે અમદાવાદના એસજી હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત થયું છે. ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
મળતી વિગત પ્રમાણે, ઝાયડસ બ્રિજ પર થયેલા અકસ્માતમાં નિકિતા પંચાલ નામની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું. ડંપરની પાછળની તરફથી એક્ટિવા ટકરાતાં વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બ્રિજની ઉપર રોડની સાઈડમાં ડંપર ઉભુ હતું કે આગળ વધી રહ્યું હતું તે અંગે અસમંજસની સ્થિતિ છે. મૃતક વિદ્યાર્થિની ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાની માહિતી મળી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિરમગામ-સાણંદ હાઇવે પર અકસ્માતમાં અમદાવાદી મહિલાનું મોત
વિરમગામ-સાણંદ હાઇવે પર પણ અક્સમાત સર્જાયો હતો. કૂતરું આડે ઉતરતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું મોત થયું હતું. 39 વર્ષીય મહિલા અમદાવાદના નવરંગપુરામાં રહેતી હતી. બે ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલામાં ઉત્પાદન ઘટવાનો અંદાજ, જાણો 10 કિલોનો શું છે ભાવ
ગીર સોમનાથઃ કેસર કેરીની ગઢ ગણાતા તાલાલા માર્કેટીંગ યાર્ડમાં અત્યાર સુધીમાં 6 હજારથી વધુ બોક્સની આવક થઈ છે. 26 એપ્રિલથી હરાજીનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે 3740 બોક્સની આવક થઈ હતી. 10 કિલો બોક્સનાં 1450 રૂપિયા ભાવ બોલાયો હતો. અત્યાર સુધીની વાત કરીએ તો આશરે 60 હજારથી વધુ બોક્સની આવક થઈ હતી. જોકે કેટલાક દિવસથી રોજ 500 થી 600 બોક્સની આવક વધી છે.
શું છે 10 કિલોનો ભાવ
15 મેના ભાવની વાત કરીએ તો આ દિવસે 6460 બોક્સ વેંચાણ માટે આવ્યા હતા. 10 કિલોના બોક્સ 1300ના ભાવે વેંચાયુ હતું અને નીચો ભાવ 625 રૂપિયા રહ્યો હતો. કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલા પંથકમાં આ વર્ષે કેરીનું ઉત્પાદન ઘટવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે જ ગત 26 એપ્રિલથી હરાજીનો પ્રારંભ થયો હતો. અને પ્રથમ દિવસે 3740 બોક્સની આવક થઈ હતી અને 10 કિલો બોક્સનાં 1450 રૂપિયા ભાવ બોલાયો હતો. અત્યાર સુધીની વાત કરીએ તો આશરે 60 હજારથી વધુ બોક્સની આવક થઈ ચૂકી છે.
જો કે, છેલ્લા કેટલાક દિવસથી રોજ 500 થી 600 બોક્સની આવક વધી રહી છે. ત્યારે જ 15 મેના ભાવની વાત કરીએ તો આ દિવસે 6460 બોક્સ વેંચાણ માટે આવ્યા હતા. અને 10 કિલોના બોક્સ 1300નાં ભાવે વેંચાયુ હતું. અને નીચા ભાવ 625 રહ્યાં હતા. જો કે, આ વર્ષે તાલાલાની કેસર કેરી વિદેશમાં એક્સપોર્ટ ન થતી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વંથલી- કેશોદની કેરી 10 દિવસ બાદ આવશે -સૌપ્રથમ બજારમાં તાલાલા પંથકમાંથી કેસર કેરીની આવક શરૂ થતી હોય છે. જો કે, કેશોદ અને વંથલી પંથકની વાત કરીએ તો અહીંયા પાક પાછોતરો હોય જેથી ઉતારો પણ મોડો શરૂ થતો હોય છે. ત્યારે જ હાલની સ્થિતીની વાત કરીએ તો જાણકારોના મતે આ પંથકની કેરી હજુ આશરે 10 થી 15 દિવસ બાદ બજારમાં વેંચાણ માટે આવશે. ખેડૂતો પણ સારા ભાવની આશા રાખી રહ્યાં છે.
કેરીના ઉત્પાદનનાં અંદાજો ખોટા ઠર્યા - ગીર વિસ્તારમાં આ વર્ષે કેસર કેરીના પાકની ઉત્પાદનની સ્થિતી અંગે અનુભવી ખેડૂતો સહિત વેપારીઓના અંદાજ પણ પ્રતિકુળ વાતાવરણે ખોટા પાડી દીધા. કે કેસર કેરીનો પાક અંદાજ કરતા પણ ઓછો હોવાનું હાલ કેરીમા થઈ રહેલી આવકમાં જોવા મળી રહ્યું છે.
ગત વર્ષે 142 ટન કેરી વિદેશ મોકલાઈ’તી
ગત વર્ષે તાલાલા પંથકમાંથી અંદાજે 142 ટન કેરી યુએસ, ઓસ્ટ્રેલીયા, શીંગાપુર સહિતના દેશોમાં એકસ્પોર્ટ કરાઈ હતી. જો કે, આ વર્ષે તે થઈ શક્યું નથી. સરેરાશ દર વર્ષે 300 ટન કેરી વિદેશ જતી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કારણો શું ? - જાણવા મળતી વિગત મુજબ આ વર્ષે કેરી વિદેશ મોકલવા માટે ફ્લાઈટનો પણ પ્રશ્ન છે. આ ઉપરાંત ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ વાતાવરણના લીધે એકસ્પોર્ટ લાયક કેરી પણ ઓછી મળી રહી છે.