શોધખોળ કરો
Advertisement
Ahmedabad : યુવતીએ યુવકને ફોન કરી મજા કરવા બોલાવ્યો, કહ્યું, 'હું ઘરે એકલી છું, આવી જાઓ', ને પછી......
૧૭મી ફેબ્રુઆરીના રોજ રાત્રે યુવતીએ યુવકને ફોન કરીને ઘરે એકલી છું તેવું જણાવી મળવા બોલાવ્યો. યુવક યુવતીના ઘરે પહોંચતા જ તેના પતિએ યુવકને ઘરમાં લઈ જઈ માર મારી 50 હજારની માંગણી કરી હતી.
અમદાવાદઃ શહેરના વેજલપુરમાં હનીટ્રેપનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે, જેમાં યુવકને મળવા માટે ઘરે બોલાવી યુવતીએ પતિ અને ભાઈ સાથે મળી યુવકનું અપહરણ કરી ટુકડે ટુકડે 77 હજાર રૂપિયા પડાવ્યા હતા. આ મામલે પોલીસે યુવતી સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.
વેજલપુરમાં રહેતા યુવકને 8 વર્ષ પહેલાં લગ્ન પ્રસંગમાં યુવતી સાથે મુલાકાત થઈ હતી જે મુલાકાત બાદ તેઓની વચ્ચે ટેલિફોનિક અને વ્હોટ્સએપ પર વાત થોડાક સમય થઈ પછી સંપર્ક તૂટી ગયો હતો. ગત 15મી ફેબ્રુઆરીએ યુવકના વ્હોટ્સએપમાં અજાણ્યા નંબર બ્લેન્ક મેસેજ આવ્યા હતા.
આ પછી ૧૭મી ફેબ્રુઆરીના રોજ રાત્રે યુવતીએ યુવકને ફોન કરીને ઘરે એકલી છું તેવું જણાવી મળવા બોલાવ્યો. યુવક યુવતીના ઘરે પહોંચતા જ તેના પતિએ યુવકને ઘરમાં લઈ જઈ માર મારી 50 હજારની માંગણી કરી તેના ખીસામાં રહેલા 17 હજાર કાઢી તેને કારમાં બેસાડી બાવળા રજોડા પાટિયા પાસે લઈ જઈ યુવકના પિતા પાસેથી 20 હજાર લઈ યુવકને છોડી દીધો હતો.
આરોપીઓએ અપહરણ બાદ યુવકને છોડ્યો ત્યારે તેની સ્કૂટર માંગતા ન આપયુ અને પછી યુવકના પિતાને સ્કૂટર લેવા બોલાવી સ્કૂટર આપવા માટે બીજા 40 હજાર રૂપિયા માંગી લઈને તે બાદ સ્કૂટર પરત આપયુ હતું અને યુવકના પિતાને ધમકી આપી હતી કે અમારા વિરુદ્ધ ફરિયાદ કરશો તો તમને અને તમારા દીકરાને જાનથી મારી નાખીશું.
આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવતી, તેના પતિ સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ યુવતીએ આ રીતે અન્ય કોઈ યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
ગુજરાત
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion