અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત : તથ્ય પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં જાણો કોર્ટે શું આપ્યા આદેશ
અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આરોપી તથ્ય પટેલનાં રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો.
અમદાવાદ: અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આરોપી તથ્ય પટેલનાં રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરવામાં ન આવતા કોર્ટે તથ્ય પટેલને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.
તથ્ય પટેલની કારની સ્પીડ અંગે FSLનો ખુલાસો
FSL રીપોર્ટમાં તથ્ય પટેલની કારની સ્પીડ અંગે ખુલાસો થયો છે. તથ્ય પટેલની જગુઆર કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું છે. ઈસ્કોન બ્રિજ પર 20 જૂલાઈને ગુરુવારે અકસ્માતમાં કુલ 10 લોકોના મોત થયા છે. આ અકસ્માતની ઘટનાએ ગુજરાત સહિત દેશમાં ખળભળાટ મચાવી દિધો હતો.
આ ગંભીર અકસ્માતમાં 10 લોકોના મોત થયા
આ કેસમાં આરોપી તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી છે અને તેના સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી હતી. આ ગંભીર અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. આ કેસમાં આરોપી તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી છે અને તેના સોમવારે 4 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી છે.
તથ્ય પટેલ સાથે તેના પાંચ મિત્રો ગાડીમાં સવાર હતા. જેમાં ત્રણ છોકરીઓ શ્રેયા,ધ્વનિ અને માલવિકા પટેલ પણ હતી. અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી છે. યુવતીએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે, રાતે જ્યારે કેફેથી નીકળ્યા ત્યારે તથ્યએ પૂરઝડપે કાર ચલાવી હતી. તથ્યને કાર ધીમે ચલાવવા કહ્યું પરંતુ તે માન્યો નહી!
અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે મુખ્ય આરોપી તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તેમજ કારમાં સવાર 3 યુવતી સહિત 6 લોકોની અટકાયત કરી છે.
ઇસ્કોન અકસ્માતને લઈ તપાસ કમિટીની રચના કરાઈ છે. અમદાવાદ પોલીસ દ્વારા અકસ્માતની ઘટનાને લઈ કમિટીની રચના કરવામાં આવી છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial