શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Ahmedabad: રથયાત્રા માટેના નવા રથનું આજે કરાયુ રિહર્સલ, 72 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજશે

અમદાવાદમાં નીકળનારી રથયાત્રામાં આ વખતે નવા રથ જોવા મળશે. આજે આ માટે રથનું સેમી રિહર્સલ પણ કરવામાં આવ્યુ હતુ.

Ahmedabad: અષાઢી બીજે નીકળનારી રથયાત્રાને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ માટે આજે રથયાત્રા માટેના નવા રથનું રિહર્સલ કરાયુ હતુ, ખાસ વાત છે કે,  72 વર્ષ બાદ ભગવાન જગન્નાથ નવા રથમાં બિરાજશે.

અમદાવાદમાં નીકળનારી રથયાત્રામાં આ વખતે નવા રથ જોવા મળશે. આજે આ માટે રથનું સેમી રિહર્સલ પણ કરવામાં આવ્યુ હતુ. 72 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન અપાશે. જુના રથ અને નવા રથમાં ફરક કલરનો છે, પુરીના રથમાં વપરાતા કલર અને પેટર્ન આ વખતે નવા રથમાં કરવામાં આવ્યા છે. રથ ટર્ન લઈ શકે છે કે નઈ તેને લઈને આજે રથનું ચેકીંગ કરવામા આવ્યુ હતુ. ત્રણેય રથ સંપૂર્ણ થઈ જશે પછી ગ્રાન્ડ ટ્રાયલ કરાશે. ત્યાર બાદ રોડ પર લાવીને ગ્રાન્ડ રિહર્સલ ટ્રાયલ પણ કરવામાં આવશે.

અમદાવાદમાં કયારે થઈ હતી રથયાત્રાની શરૂઆત

અમદાવાદ શહેરમાં રથયાત્રાની શરૂઆત 1878માં થઈ હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરાવી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન નગર ચર્યાએ નીકળીને નગરજનોને દર્શન આપે છે. 2023 માં 146મી રથયાત્રા નીકળશે. આ માટે હાલ ભગવાન જગન્નાથજી, ભાઈ બલબદ્ર અને બહેન સુભદ્રાજી માટે ત્રણેય નવા રથનું નિર્માણ થઈ રહ્યું છે. પરંપરા જળવાઈ રહે તે પ્રમાણે રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

મંદિરની પરંપરા પ્રમાણે નવા રથની સાઈઝ છે. રથ નિર્માણ માટે  સાગ અને સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાકડું વધઈથી મંગાવવામાં આવ્યું છે. ભગવાનના નવા રથ  80 વર્ષ સુધી ચાલે તેવા બનાવવામાં આવશે. રથ બનાવવામાં અંદાજી ચાર મહિના જેટલો સમય લાગશે. 5 કારીગર દ્વારા રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

જૂના રથ કરતાં નવા રથમાં કેટલો ફેર હશે ?

જૂના રથ કરતા નવા રથમાં થોડો ફેરફાર કર્યા છે. રથ બનાવવા માટે સાધના લાકડાના તેમજ પૈડા બનાવવા માટે સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રચનામાં થોડો ફેરફાર કરાયો છે, નવા રથ એકવાર બન્યા પછી 80 વર્ષ સુધી ચાલે તે પ્રમાણે મજબૂતાઈથી બનાવવામાં આવી રહ્યા છે. ત્રણે રથની થીમ કેવી રહેશે તે જાણવા માટે લોકો ઉત્સાહશે ત્યારે પ્રથમ રથની ડિઝાઇન દેવી-દેવતાઓની મૂર્તિઓ અને સુદર્શન ચક્રની થીમ પર બનશે. બીજા રથ સુભદ્રાજીના લાલ અને પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ પર બનાવવામાં આવશે ત્રીજા બળભદ્રજીના રથને ચાર અશ્વની થીમ પર બનાવવામાં આવશે. જુના રથ કરતા નવા બનનારા ત્રણેય રથ નજીવા ફેરફાર કરાયા છે અને રચનામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

કેટલા ઘન ફૂટ લાકડાનો થશે ઉપયોગ

ભગવાનના રથ બનાવવા માટે 400 ઘનફૂટ જેટલું સાગનું જ્યારે 150 ઘનફૂટ સીસમનું લાકડું ઉપયોગમાં લેવાશે. રથના પૈડા બનાવવા માટે સિસમના લાકડાનો ઉપયોગ થાય છે. જે સખત અને ટકાઉ હોય છે

જૂના રથનું શું થશે

જોકે તમામ લોકોને એ પણ સવાલ ઉદભવે કે જૂના રથનું શું કરવામાં આવશે ?  તેને લઈને દિલીપદાસજી મહારાજે કહ્યું કે તે જૂના રથ પણ દર્શન માટે રાખવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારો નફો કેવી રીતે મેળવી શકો, રોકાણ કરવાની શું છે પૂરી પ્રોસેસ ? 
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારો નફો કેવી રીતે મેળવી શકો, રોકાણ કરવાની શું છે પૂરી પ્રોસેસ ? 
Pushpa 2 Advance Booking: 'પુષ્પા 2' ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે શરુ થશે ફિલ્મનું એડવાન્સ બુકિંગ 
Pushpa 2 Advance Booking: 'પુષ્પા 2' ના ફેન્સ માટે સારા સમાચાર, આ દિવસે શરુ થશે ફિલ્મનું એડવાન્સ બુકિંગ 
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Embed widget