શોધખોળ કરો
Advertisement
કાંકરિયા કાર્નિવલઃ આ દિગ્ગજ ગુજરાતી કલાકારો મચાવશે ધૂમ, જુઓ કાર્યક્રમ સંપૂર્ણનું લિસ્ટ
25થી 31 ડિસેમ્બર સુધી અમદાવાદીઓ માટે કાંકરિયા કાર્નિવલ યોજાશે. 7 દિવસ સુધી કાંકરિયામાં તૈયાર કરાયેલા અલગ-અલગ સ્ટેજ ખાતે રંગારંગ કાર્યક્રમો યોજાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા છેલ્લા 11 વર્ષથી યોજાતા કાંકરિયા કાર્નિવલની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી 25થી 31 ડિસેમ્બર સુધી અમદાવાદીઓ માટે કાંકરિયા કાર્નિવલ યોજાશે. 7 દિવસ સુધી કાંકરિયામાં તૈયાર કરાયેલા અલગ-અલગ સ્ટેજ ખાતે રંગારંગ કાર્યક્રમો યોજાશે. કાર્નિવલના ઉદ્ધાટન સમયે ડ્રેનેજ અને હાઉસિંગના મળી કુલ 900 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, એએમસી દ્વારા આયોજીત કાંકરિયા કાર્નિવલમાં આ વખતે લેસર શો, હોર્સ શો, ડોગ શો, ડ્રામા પરફોર્મન્સ, હાસ્ય દરબાર, ડિઝની કેરેકટર્સ, લોક નૃત્યો, સાંસ્કૃતિક કાર્યક્રમો, તબલા પર્ફોર્મન્સ, માઉથ ઓર્ગન્સ પર્ફોર્મન્સ, યોગા, પપેટ શો અને લોક ભવાઈ જેવા મુખ્ય આકર્ષણો હશે. જેમાં ગીતા રબારી, કીર્તિદાન ગઢવી, ઓશમાન મીર જેવા ગાયકો અને સાંઈરામ દવે જેવા કલાકારો લોકોનું મનોરંજન કરતા નજરે આવશે. 25 તારીખે સાંજે સીએમ વિજય રૂપાણી દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે.
લોકો તેમના પ્રિય કલાકારને કાંકરિયા કાર્નિવલમાં લાઇવ જોઈ શકશે. સ્ટેજ નંબર એક પર 26 તારીખે ગીતા રબારી, 27 તારીખે જીગરદાન ગઠવી, 28 તારીખે પાયલ વૈદ્ય અને વિશ્વનાથ બાટુંગે, 29 તારીખે કિર્તિદાન ગઠવી, 30 તારીખે ઓસમાન મીર અને 31મી ડિસેમ્બરે સાંઈરામ દવે લોકોનું મનોરંજન કરશે. જ્યારે સ્ટેજ નંબર 2 અને 3 પર સાંસ્કૃતિક લોક નૃત્યોના કાર્યક્રમો કરવામાં આવશે.
દિલ્હીઃ CAAના વિરોધ વચ્ચે પીએમ મોદીની આજે રેલી, વિધાનસભા ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ
કોહલી બન્યો સાન્તાક્લોઝ, બાળકોને ગિફ્ટ આપી કહી આ વાત, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement