Ahmedabad : શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવતાં ક્લબ આવી હરકતમાં, શું લીધો મોટો નિર્ણય?
ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ સૌથી વધુ અમદાવાદ શહેરમાં છે. ત્યારે હવે અમદાવાદની જાણીતી ક્લબ પણ હરકતમાં આવી ગઈ છે. અમદાવાદની અત્યારની પરિસ્થિતિને ધ્યાને લઈને કર્ણાવતી ક્લબે મોટો નિર્ણય લીધો છે.
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને દૈનિક કેસો પાંચ હજારને પાર થઈ ગયા છે. ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ સૌથી વધુ અમદાવાદ શહેરમાં છે. ત્યારે હવે અમદાવાદની જાણીતી ક્લબ પણ હરકતમાં આવી ગઈ છે. અમદાવાદની અત્યારની પરિસ્થિતિને ધ્યાને લઈને કર્ણાવતી ક્લબે મોટો નિર્ણય લીધો છે.
કર્ણાવતી ક્લબમાં હવે મેમ્બર સિવાય અન્ય કોઈને પ્રવેશ નહિ મળે. એટલું જ નહીં, વેક્સિનના બંન્ને ડોઝ લીધા હોય તે મેમ્બરને જ ક્લબમાં પ્રવેશ આપવામાં આવશે. કર્ણાવતી ક્લબ દ્વારા તેમના મેમ્બરને મેસેજ આપવામાં આવ્યો છે કે, કર્ણાવતી ક્લબ મેનેજમેન્ટ દ્વારા નક્કી કરાયું છે કે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખતાં ક્લબમાં ગેસ્ટની એન્ટ્રી પર તત્કાલ અસરથી પ્રતિબંધ લાગાવાયો છે. તેમજ સન્ડે હાઉસી પણ કેન્સલ કરી દેવામાં આવી છે. મેમ્બર્સની સેફ્ટીને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5677 કેસ નોંધાયા છે. બીજી તરફ 1359 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,22,900 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 96.14 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 3,07,013 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2521, સુરત કોર્પોરેશનમાં 1578, વડોદરા કોર્પોરેશનમાં 271, રાજકોટ કોર્પોરેશનમાં 166, વલસાડ 116, રાજકોટ 91, આણંદમાં 87, સુરતમાં 83, ખેડા 64, કચ્છમાં 63, ભાવનગર કોર્પોરેશનમાં 62, જામનગર કોર્પોરેશનમાં 53, ગાંધીનગર કોર્પોરેશન 51, અમદાવાદ 46, ભરુચ 41, મહેસાણા 41, વડોદરા 38, જૂનાગઢ કોર્પોરેશનમાં 36,ગાંધીનગર 30, મોરબી 26, નવસારી 26, દાહોદ 21, જામનગર 20, અમરેલી 19, બનાસકાંઠા 14, મહીસાગર 14, ભાવનગર 13, દેવભૂમિ દ્વારકા 13, પંચમહાલ 13, સુરેન્દ્રનગર 13, ગીર સોમનાથ 9, અરવલ્લી 8, સાબરકાંઠા 8, છોટા ઉદેપુર 5, તાપી 5, જૂનાગઢ 4, ડાંગ 3, પોરબંદર 3 અને પાટણ 2 કેસ નોંધાયા છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 22901 કેસ છે. જે પૈકી 25 વેન્ટીલેટર પર છે, જ્યારે 22876 નાગરિકો સ્ટેબલ છે. 822900 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10128 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે એક પણ મૃત્યુ થયું નથી.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 11 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 264 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 11657 લોકોને પ્રથમ અને 30372 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 84644 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 87484 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 92581 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.