શોધખોળ કરો

કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાના ભાઈના દીકરાના લગ્નમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ લગાવ્યા ઠુમકા ? નેતા પણ સ્ટેજ પર ડાન્સ કરવા માંડ્યા

આ પહેલાં કલોલ તાલુકામાં કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનો કાર્યક્રમ યોજાયો તેમાં પણ કોરોનાના નિયમોનો ભંગ કરાયો હતો. 

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને સામાન્ય લોકો માટે કોરોના કાળમાં નિયંત્રણો જાહેર કરીન નિયંત્રણ મૂકાયાં છે ત્યારે રાજકારણીઓ જ આ નિયમો પાળતા નથી. આવી જ અક ઘટનામાં કોરોનાકાળમાં કોંગ્રેસના ધારાસભ્યો ભાન ભૂલ્યા હતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના નાના ભાઇના પુત્રના લગ્નમાં મન મૂકીને નાચ્યાં હતા.

કોંગ્રેસના ધારાસભ્યો જગદીશ ઠાકોરના નાના ભાઈ અમૃતભાઈના છોકરાના લગ્નમા નાચ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની સાથે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ સ્ટેજ ઉપર ઠુમકા લગાવ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ સ્ટેજ ઉપર ઠુમકા લગાવ્યા હતા. આ શનિવાર એટલે કે ગઈ કાલનો વીડિયો છે. થોડા દિવસ અગાઉ જગદીશ ઠાકોરે પોતાન નાના ભાઇના પુત્રના લગ્નનો  સમારંભ રદ્દ કરવાની જાહેરાત કરી હતી પણ હવે લગ્નમાં કોંગ્રેસના ધારાસભ્યો નાચી રહ્યા હોય એવી વીડિયો બહાર આવ્યા છે.

આ પહેલાં કલોલ તાલુકામાં કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનો કાર્યક્રમ યોજાયો તેમાં પણ કોરોનાના નિયમોનો ભંગ કરાયો હતો.  કલોલમાં ઠાકોર સમાજ ભુવન ખાત મુહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોની ભીડ ભેગી કરીને કોરોના ગાઈડલાઈન્સનું સરેઆમ  ઉલ્લંઘન કરાયું હતું. આ કાર્યક્રમમાં સોશયલ ડિસ્ટન્સ નહોતું જળવાયું અને લોકો એકબીજાની સાવ નજીક બેઠા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગેની બેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં અમલી બનેલ નવી કોરોના ગાઈડ લાઈન સખત અમલ માટે રાજ્ય પોલીસ વડાએ તમામ જિલ્લાના એસપી અને રેન્જ આઈજી સાથે વિડિઓ કોન્ફ્રાન્સ કરીને કડક અમલવારી માટે આદેશ આપ્યા છે પણ રાજકારણીઓ દ્વારા કરાતા કાર્યક્રમો સામે આંખ આડાન કાન કરાય છે. રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે રાજયના તમામ પોલીસ અધિકારીઓને સરકારશ્રીની SOP નો કડક અને ચુસ્ત અમલ કરવા સૂચના અપાઈ છે. અલબત્ત રાજકારણીઓ જ તેનો અમલ કરતા નથી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget