શોધખોળ કરો
Advertisement
અમદાવાદ મેડિકલ એસોસિએશને પોલીસની સારવાર માટે 21 ડોક્ટરની ટીમ બનાવી, શહેરના પોલીસકર્મીઓની વિનામૂલ્યે કરાશે સારવાર
અમદાવાદના સાત ઝોનની 191 હોસ્પિટલમાં પોલીસકર્મીની સારવાર કરાશે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10,988 પર પહોંચી છે અને 625 લોકોના મોત થયા છે. રાજ્યમાં કોરોનાની સૌથી વધારે અસર અમદાવાદમાં જોવા મળી રહી છે.
આ દરમિયાન અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા શહેરમાં પોલીસની સારવાર કરવા માટે ટીમ બનાવવામાં આવી છે. આ અંગે વિગતો આપતા અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. મોના દેસાઈએ જણાવ્યું, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અજય તોમરે પોલીસ કર્મીઓને ઈમરજન્સી સારવાર માટે ડોક્ટરની એક ટીમ આપવા કહ્યું હતું. જેથી અમે અમદાવાદના સાત ઝોનમાં 21 ડોકટરની ટીમ બનાવી છે. જે જરૂર પડે પોલીસકર્મીની સારવાર કરશે. ઉપરાંત 191 હોસ્પિટલમાં પોલીસકર્મીને ઈમરજન્સીમાં સારવાર મળશે.
ડો. મોના દેસાઈએ કહ્યું, અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા સામાન્ય દિવસોમાં પણ પોલીસ માટે મેડિકલ કેમ્પ યોજવામાં આવે છે ત્યારે આવી મહામારીમાં અમે પોલીસની સારવારની સેવા કેમ ન કરી શકીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion