શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: મેટ્રો કોર્ટમાં હાજર રહેવા કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાને કોર્ટે સમન્સ પાઠવ્યું? નામ જાણીને ચોંકી જશો
છેલ્લા એક મહિનામાં કોર્ટમાં રાહુલ ચોથી વખત હાજર થઈ રહ્યા છે. મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી સામે સમન્સ પાઠવ્યું છે. કેસમાં દર્શાવેલા સરનામા પર સમન્સ ના પહોંચતા કોર્ટે રિઈશ્યૂ કર્યું છે.
અમદાવાદ મેટ્રો કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના મામલે સમન્સ પાઠવ્યું છે. કોર્ટે રાહુલને 9 ઓગસ્ટે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. મહત્વની વાત એ છે કે 9 તારીખે રાહુલ ગાંધીને મેટ્રો કોર્ટમાં હાજર થવાનું હતું પરંતુ તેઓ કોર્ટ પહોંચ્યા ન હતા.
છેલ્લા એક મહિનામાં કોર્ટમાં રાહુલ ચોથી વખત હાજર થઈ રહ્યા છે. મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી સામે સમન્સ પાઠવ્યું છે. કેસમાં દર્શાવેલા સરનામા પર સમન્સ ના પહોંચતા કોર્ટે રિઈશ્યૂ કર્યું છે. ત્યાં જ સુરતની કોર્ટે પણ રાહુલ ગાંધીને હાજર રહેવાનું ફરમાન કર્યું છે અને તેમને 16મી જુલાઈના રોજ હાજર રહેવા માટે કોર્ટનું સમન્સ જારી કરવામાં આવ્યું છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
ઉલ્લેખનિય છે કે, રાહુલ ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહ વિરૂદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી. રાહુલે 23 એપ્રિલે રેલીમાં અમિત શાહની વિરુદ્ઘ હત્યાના કેસનો હવાલો આપીને પ્રહાર કર્યો હતો. આ કેસમાં શાહ પાંચ વર્ષ પહેલા મુક્ત થઈ ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement