શોધખોળ કરો

અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર, પાર્કિંગની સુવિધા માટે અપાયો આ આદેશ

અમદાવાદમાં મેટ્રોમાં મુસાફરી કરતા લોકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ મેટ્રો સુધી પહોંચ્યા બાદ મુસાફરોને પોતાના વાહન પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં મેટ્રોની શરુઆત થઈ ચુકી છે. હાલ મેટ્રોમાં મુસાફરી કરતા લોકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ મેટ્રો સુધી પહોંચ્યા બાદ મુસાફરોને પોતાના વાહન પાર્કિંગની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વસ્ત્રાલથી થલતેજ ગામ સુધી અને ગ્યાસપુરથી મોટેરા સ્ટેડિયમ સુધી દોડનારી મેટ્રો સુધી પહોચ્યાં બાદ પોતાના વાહન ક્યાં પાર્ક કરવા તેને લઈને મૂંઝવણમાં હતા. હવે આ સમસ્યાનો નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

14 થી 16 સ્થળોએ બનશે પાર્કિંગ

મેટ્રોના મુસાફરોને પોતાના વાહન પાર્ક કરવા માટે હવે મેટ્રો સ્ટેશન નજીક જ અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ, ઓન સ્ટ્રીટ પાર્કિંગ, ઓફ સ્ટ્રીટ પાર્કિંગ સહિતની સુવિધા ઉભી કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ પાર્કિંગની સુવિધા મેટ્રો સ્ટેશનથી 500 મીટરના અંતરના વિસ્તારમાં મળી શકશે. આ પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં એસ્ટેટ વિભાગને વાહન પાર્કિંગના પ્લોટની ફાળવણી કરવા સૂચના આપવામાં આવી હતી. આદેશ મળ્યા બાદ એસ્ટેટ વિભાગે પ્લોટની માત્ર મુલાકાત લીધી હતી પરંતુ મેટ્રો શરુ થયા બાદ પણ પાર્કિંગની સુવિધા મળી શકી નહોતી. જો કે, હવે નવા આદેશ મુજબ 14 થી 16 સ્થળોએ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવશે.

અમિત શાહે ભાજપની ગૌરવ યાત્રાના બીજા તબક્કાનો કરાવ્યો પ્રારંભ, કહ્યુ- દેશના અર્થતંત્રને PM મોદીએ મજબૂતી આપવાનું કામ કર્યું

અમદાવાદઃ ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ થયો હતો, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઝાંઝરકાથી ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રા ઝાંઝરકાના સંત સવૈયાનાથજીથી સોમનાથ મંદિર સુધી યોજાશે.

આ અવસર પર લોકોને સંબોધતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે દેશના અર્થતંત્રને PM મોદીએ મજબૂતી આપવાનું કામ કર્યું છે. નરેન્દ્ર ભાઇના નેતૃત્વમાં ગગનચુંબી રામ મંદિર બનવાનું શરૂ થઇ ગયું છે. વર્ષોથી યાત્રાધામો સામે કોગ્રેસ જોતી પણ નહોતી. નરેન્દ્રભાઇએ એક ઝાટકે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી.  1990થી ગુજરાતની જનતા ભાજપને જીતાડતી આવી છે.

વધુમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગૌરવ યાત્રા ભાજપની ભરોસાની સરકારનો હિસાબ કિતાબ આપશે. ભૂપેન્દ્રભાઇના નેતૃત્વમાં રોકાણકારોની લાઇનો લાગી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં જનતાએ જે વિશ્વાસ મુક્યો તેનું ગૌરવ છે. અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદીના વિઝનથી દેશ વિકાસના પથ પર આગળ વધી રહ્યો છે. ગુજરાતની જનતાએ ભાજપ પર હંમેશા ભરોસો કર્યો છે. ગુજરાતમાં ભાજપની ફરીથી સરકાર બનવાની છે તેના ભરોસાની યાત્રા છે. કોગ્રેસની સરકારમાં વીજળી કે પાણી મળતું નહોતું. કોગ્રેસની સરકારે ફક્ત રમખાણો આપ્યા. કોગ્રેસની સરકારમાં 200 દિવસ સુધી કર્ફ્યૂ રહેતું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની  મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime: ફરી બેફામ બન્યા લુખ્ખા તત્વો, 15થી 20 લોકોના ટોળાએ વાહનોમાં કરી તોડફોડRajkumar Jaat Death Case: રાજકુમાર જાટના મોતના કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ, જુઓ કેવી રીતે થયું મોત?Surat Dhuleti Celebration:સુરતીઓ ડીજેના તાલે રંગાયા હોળીના રંગે | Abp Asmita | 14-3-2025Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની  મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
Embed widget