watch : આશ્રમ રોડથી પાલડી સુધી દોડી મેટ્રો ટ્રેન, હવે પશ્ચિમ કોરિડોરમાં દોડશે મેટ્રો
શહેરમાં દોડનારી મેટ્રોરેલનું સવારે પરીક્ષણ કરાયું હતું. આશ્રમ રોડથી પાલડી સુધીના રૂટ ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 2022ના અંત સુધીમાં અથવા 2023ના શરૂઆતમાં પશ્ચિમ કોરિડોરમાં મેટ્રો દોડનાર છે.
અમદાવાદઃ શહેરમાં દોડનારી મેટ્રોરેલનું સવારે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આશ્રમ રોડથી પાલડી સુધીના રૂટ ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 2022ના અંત સુધીમાં અથવા 2023ના શરૂઆતમાં પશ્ચિમ કોરિડોરમાં મેટ્રો દોડનાર છે. વરસાદી ઋતુમાં ક્ષતિ ચકાસણી કરવા મેટ્રો ટ્રાયલ રન કરાયો હતો.
Ahmedabad : આશ્રમ રોડથી પાલડી સુધી દોડી મેટ્રો ટ્રેન#Ahmedabad #AhmedabadMetro pic.twitter.com/YNCxAT8JDI
— ABP Asmita (@abpasmitatv) July 19, 2022
Surat : 19 લાખના હીરાની ચોરી કરનાર દંપતીની ધરપકડ, ચોરીને કેવી રીતે આપ્યો હતો અંજામ?
સુરતઃ હીરાના કારખાનામાંથી 19 લાખના હીરા ચોરનાર દંપતીની ધરપકડ કરવામાં આવી છે. જે કારખાનામાં કામ કરતાં હતાં એ જ કારખાનમાંથી ચોરી કરી હતી. 31 કેરેટના 50 સેન્ટના હીરાની ચોરી કરી હતી. છેલ્લા દોઢ મહિનામાં છૂટક છૂટક કુલ 19 લાખના હીરા ચોર્યા. હીરા ચોરીને દલાલ મારફત વેચવા માટે આપી દીધા હતાં. કતારગામ પોલીસે દંપતીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઓફિસમાંથી હીરા ગાયબ થઈ જતા માલિકે તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલાકર્મીએ હીરા ચોર્યા હોવાનો ખુલાસો થયો હતો. કારખાનાના માલિક શૈલેષભાઈ છોટાળાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે દંપતીની ધરપકડ કરી લીધી છે. મહિલાનો પતિ જવેલરીનું કામ કરે છે. જ્યારે મહિલા પટેલ ઈન્સ્ટ્રીયલમાં શ્રી જવેલર્સ નામના હીરાના કારખાનામાં હીરા ટેઇલી કરવાનું અને હીરાની ડેટ્રા એન્ટ્રી સહિતની કામગીરી કરતી હતી. દોઢ મહિનામાં કારખાનામાં હીરા ટેઇલી કરતી વખતે અલગ અલગ સમયે 31 કેરેટના 50 સેન્ટ વજનના 19 લાખના હીરા ગાયબ કરી નાંખ્યા હતા. માલિકે તપાસ કરતાં હીરા મહિલાએ ચોરી કરી પર્સમાં મુકી દીધા હતા. પછી ઘરે જઈ પતિને આપી દીધા હતા. પતિએ ચોરીના હીરા સસ્તામાં મહિધરપુરાના દલાલને વેચી દીધા હતા.