(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad : યુવતીને અન્ય યુવક સાથે બંધાયા શરીર સંબંધ, બે બાળકોને છોડીને પ્રેમીને ફૂલહાર કરીને પ્રેમી સાથે રહેવા જતી રહી ને.............
હેમા મરાઠીએ થરા ગામમાં રહેતા અજય ઠાકોર સાથે અગાઉ લગ્ન કર્યા હતા અને દોઢ વર્ષ પહેલા તેને મહેશ ઠાકોર સાથે પ્રેમ થઇ જતાં તેણે પોતાના પતિ અજય ઠાકોરને છૂટાછેડા આપ્યા હતા.
અમદાવાદઃ શહેરના વટવા વિસ્તારમાં યુવતીના પૂર્વ પતિએ તેની હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. વિંઝોલ ક્રોસિંગ પાસે આવેલી સુખ સાગર સોસાયટીમાં રહેતી હેમા મરાઠી નામની મહિલાને તેના જ પૂર્વ પતિ અજય ઠાકોરે ચપ્પુના 27 ઘા મારીને હત્યા કરી હોવાનું ખૂલ્યું છે.
આ બાબતે યુવતીના હાલના પતિ મહેશ ઠાકોરે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે હેમા મરાઠીએ થરા ગામમાં રહેતા અજય ઠાકોર સાથે અગાઉ લગ્ન કર્યા હતા અને દોઢ વર્ષ પહેલા તેને મહેશ ઠાકોર સાથે પ્રેમ થઇ જતાં તેણે પોતાના પતિ અજય ઠાકોરને છૂટાછેડા આપ્યા હતા અને પોતાના બે બાળકો અજયને આપીને મહેશ ઠાકોર સાથે ચોટીલા મંદિરમાં ફુલહાર કર્યા હતા અને ત્યારથી તેની સાથે રહેતી હતી.
બુધવારે રાતના સમયે હેમાના ઘરે તેનો પૂર્વ પતિ અજય ઠાકોર તેમજ તેના બે મિત્રો જેમાં એક ભાવેશ અને અન્ય એક શખ્સે જઈને ચપ્પુના ઘા મારી તેની હત્યા નીપજાવી હતી. જોકે આ સમગ્ર ઘટના પડોશીએ નરી આંખે જોઈને મૃતક યુવતીના પતિને જણાવી હતી. જેથી મહેશ ઠાકોરે આ મામલે એક યુવતી સહિત ચાર વ્યક્તિઓ સામે વટવા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં ઇકો કારમાં આવેલા મૃતક યુવતીનો પૂર્વ પતિ અને તેના બે મિત્રો અને એક યુવતીની આ બાબતે સંડોવણી હોવાનું ખુલતાં વટવા પોલીસે આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને યુવતીના હત્યારા પતિની અટકાયત કરી છે અને અન્ય મિત્રોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતના કયા જિલ્લાના 50 ગામોમાં થયું 100 ટકા રસીકરણ? ગ્રીન ઝોનમાં અપાયું સ્થાન
ભુજઃ ગુજરાતમાં કોરોના રસીકરણ જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે અનેક ગામોમાં 100 ટકા રસીકરણ થયું હોવાના સામાચાર સામે આવ્યા છે. હવે કચ્છના ૫૦ ગામોમાં ૧૦૦% રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે કચ્છ છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. ૧૦૦% રસીકરણના ગામોની સંખ્યાની દ્રષ્ટિએ કચ્છની રાજ્યમાં સ્થિતિ સારી છે. કચ્છમાં ૫૦ ગામોમાં ૧૦૦% રસીકરણ થતાં કચ્છને ગ્રીન ઝોનમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગામડાના લોકોમાં હજુ અવરનેસ આવે તો હજુ વધુ રસીકરણ થઈ શકે છે.
રાજકોટ જિલ્લાના 25 ગામડાઓમાં 100 ટકા વેક્સિનેશન. આ દાવો કર્યો છે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ. જિલ્લા કલેક્ટરના જણાવ્યા પ્રમાણે હવે ગામડાઓમાં વેક્સિન માટેની જાગૃતતા આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 40 ટકા રસીકરણ થયુ છે. તો 25 ગામડાઓ એવા છે. જ્યાં 100 ટકા રસીકરણ થયુ છે. તો બીજા રાજ્યમાં વધેલા કોરોના કેસથી જિલ્લા વહીવટી પ્રશાસન સજ્જ હોવાનું જિલ્લા કલેક્ટરે દાવો કર્યો છે.
રાજકોટ જિલ્લા કલેકટરએ રસીકરણને લઈને નિવેદન આપ્યું હતું. રાજકોટ જિલ્લાના 25 ગામડાઓમાં 100 ટકા વેકસીનેશન થયું છે. જિલ્લામાં વેક્શિનેશનને લઈને હવે લોકોમાં જાગૃતતા આવી છે. અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં 40 ટકા લોકોનું રસીકરણ થયું છે. પહેલા કરતા હવે લોકોમાં રસીકરણને લઈને જાગૃતતા આવી છે.
બીજા રાજ્યોમાં કેસ વધતા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.લોકો માસ્ક પહેરે સોસીયલ ડેસ્ટન્સ જાળવે.જિલ્લા અને શહેરમાં અનેક હોસ્પિટલોમા તૈયારીઓ કરી દીધી છે. ખાનગી અને ઈંડિયન મેડિકલ એસોસિએશન સાથે મીટીંગો કરી છે. હાલમાં વેકસિન અને ત્રીજી લહેરની તૈયારીને લઈને રાજકોટ જિલ્લા કલેકટરએ મીડિયા સાથે વાત કરી હતી.