શોધખોળ કરો

Ahmedabad : દીકરાની સંભાળ માટે રજની પટેલે નાસિકની યુવતી સાથે કર્યા લગ્ન, પિતાનું નિધન થયું ને પછી.....

પિતાએ હાર્દિક સચવાય તે માટે બીજા લગ્ન કર્યા હતા. પિતા રજનીભાઇ પટેલ તેમના બે સંતાનોને સાચવવા માટે તેમને સાત વર્ષ પહેલા નાસીકમાં રહેતી ગૌરીબેન નામની મહિલા સાથે ફુલહાર કરીને લગ્ન કરી દીધા હતા.

અમદાવાદઃ રૂપિયાની લાલચ વ્યક્તિને કોઈ પણ હદે લઈ જઈ શકે આવા કિસ્સાઓ ફિલ્મોમાં જરૂર જોયા હશે.  પરંતુ હાલના સમયે રૂપિયાની લાલચે સબંધોનું ખૂન કરતા સહેજ પણ અચકાતા નથી. આવો જ એક બનાવ અમદાવાદના કણભા પોલીસ સ્ટેશનમાં બન્યાનું સામે આવ્યું છે, જેમાં સાવકી માતાએ રૂપિયાની લેતીદેતીમાં પુત્રનો ઠપકો સાંભળી નહિ શકતા હત્યાનો પ્લાન ઘડી નાખ્યો. સાવકી માતાએ તેમના મિત્રો સાથે મળીને પુત્રની હત્યા કરીને મૃતદેહને અવાવરૂ જગ્યા પર ફેંકી દીધો. હાલ તો કણભા પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરતા અનેક ખુલાસાઓ સામે આવ્યા છે.  

કણભા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ ગામમાં રહેતો હાર્દિક રજનીભાઇ પટેલ નામનો 23 વર્ષીય યુવક ગુમ થયો હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જો કે. પોલીસે તપાસ શરૂ કરતાં તેની સાવકી માતા શંકા ના ઘેર આવી હતી. જેથી પોલીસ એ તેની ઉલટ તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે તેણે જ અન્ય ત્રણ ઈસમો સાથે મળીને હાર્દિક ની હત્યા કરી દીધી છે. મૃતદેહનો નિકાલ કરી નાખ્યો હતો. જેમા ગઇકાલે નજીકના વિસ્તારમાંથી કોથળામાંથી લાશ વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી. આ હત્યા કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ખુલી ગયો છે. હત્યા કરનાર સાવકી માતા ગૌરીબેન પટેલની ધરપકડ કરી દીધી છે. ગૌરીબેને નાસીકથી તેમના ત્રણ મિત્રોને બોલાવ્યા હતા અને હાર્દિકની હત્યા કરીને તેને એક કોથળામાં પેક કરીને અવાવારૂ જગ્યા પર ફેંકી દીધી હતી. 

આરોપી મહિલાની પુછપરછ દરમ્યાન સામે આવ્યું કે હાર્દિકના પિતાએ હાર્દિક સચવાય તે માટે બીજા લગ્ન કર્યા હતા. પિતા રજનીભાઇ પટેલ તેમના બે સંતાનોને સાચવવા માટે તેમને સાત વર્ષ પહેલા નાસીકમાં રહેતી ગૌરીબેન નામની મહિલા સાથે ફુલહાર કરીને લગ્ન કરી દીધા હતા. લગ્ન બાદ ગૌરીબેન રજનીભાઇ અને બે પુત્ર હળીમળીને રહેતા હતા, પરંતુ થોડાક સમય પહેલા રજનીભાઇનું પણ મૃત્યુ થઇ ગયુ હતું અને ત્યારબાદ માતા અને બે પુત્ર સાથે રહેતા હતા.
 
જોકે, મહિલાએ સંબધીઓ પાસેથી 25 થી 30 લાખ રૂપિયા સંબધીઓ પાસેથી રૂપિયા ઉધરાવવાનું શરૂ કર્યુ હતું. ગૌરીબેને હાર્દિકને રૂપિયા જોઇએ છે તેમ કહીને સંબધીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા. હાર્કિદને આ વાતની જાણ થતા તેમને ગૌરીબેનને ઠપકો આપ્યો હતો અને મારા નામ પર રૂપિયા નહી ઉઘરાવવાનું કહ્યુ હતું. 

રૂપિયા માટે થયેલી બબાલમાં ગૌરીબેનએ હાર્દિક હત્યાનો પ્લાન બનાવ્યો અને નાસીકમાં રહેતા તેમના મિત્રોને ફોન કરીને સમગ્ર હકીકત કહી અને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. નાસીકથી ત્રણ શખ્સો કણભા આવ્યા હતા. જ્યાં તેમને હાર્કિદને બપોરે ગળે ટુંપો દઇને મોતને ઘાટ ઉતારી દીધો અને બાદમાં તેની પગને દોરાથી બાંધી દીધા હતા અને લાશને કોથળામાં પેક કરીને ચાર કલાક સુધી તેની પાસે બેસી રહ્યા હતા. 

ઘોળા દિવસે હાર્દિકની હત્યા કરીને આરોપી મહિલા ગૌરીબેન હાર્દિકની લાશને અવાવારૂ જગ્યા પર ફેંકી દેવા માટે હત્યારાઓએ રાત થવાની રાહ જોઇ હતી. હત્યા બાદ અંદાજીત ચાર કલાક સુધી સાવકી માતા અને હત્યારા હાર્દિકની લાશ સાથે બેઠા હતા અને જેવુ અંધારૂ થયુ તેવી તરતજ લાશને અવાવરૂ જગ્યામાં ફેંકી દીધી હતી. બાદમાં એક ઓળખીતા રિક્ષા ચાલક ને બોલાવ્યો હતો અને રિક્ષા માં મૃતદેહ લઈ જઈ અવાવરૂ જગ્યાએ લઈ જઈને આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા. હાલમાં પોલીસે મહિલાની ધરપકડ કરીને અન્ય આરોપીઓને પકડવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget