શોધખોળ કરો

અમદાવાદઃ 27 વર્ષની યુવતીને અન્ય યુવક સાથે બંધાયા સંબંધ, 15 વર્ષ મોટો પતિ અવરોધ લાગતો ......

શુક્રવારે એસ.જી હાઇવે પર સરખેજ પાસે ક્રૂરતા પૂર્વક યુવાનની હત્યા કરેલી લાશ મળી આવી હતી. હત્યાના કેસમાં કાઈમ બ્રાંચે ભેદ ઉકેલી લીધો છે અને 2 લોકોની ધરપકડ કરી છે.

અમદાવાદઃ 43 વર્ષના પતિથી અસંતોષ હોવાથી 27 વર્ષીય યુવતીએ 31 વર્ષના યુવક સાથે સંબંધ બાંધ્યા હતા.. બંને રંગરેલિયાં મનાવતાં હતાં ને મજા કરતાં હતાં. અઢી વર્ષના પ્રેમ સંબંધ પછી યુવતીને પતિથી છૂટીને પ્રેમી સાથે રહેવાની ઈચ્છા થતાં તેણે પ્રેમીને વાત કરી હતી. તેમજ હત્યાનું કાવતરું ઘડી હત્યાને અંજામ આપ્યો હતો. શુક્રવારે એસ.જી હાઇવે પર સરખેજ પાસે ક્રૂરતા પૂર્વક યુવાનની હત્યા કરેલી લાશ મળી આવી હતી. હત્યાના કેસમાં કાઈમ બ્રાંચે ભેદ ઉકેલી લીધો છે અને 2 લોકોની ધરપકડ કરી છે. પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. મૃતક યુવાનની પત્નીને જ એક અન્ય યુવક સાથે પ્રેમ સબંધ હોવાથી પત્નીએ પતિની હત્યા કરવાનું કાવતરું ઘડી હત્યા કરી નાંખી. કાઈમ બ્રાંચે મૃતકની પત્ની અને પ્રેમીને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદઃ 27 વર્ષની યુવતીને અન્ય યુવક સાથે બંધાયા સંબંધ, 15 વર્ષ મોટો પતિ અવરોધ લાગતો ...... શુક્રવારે એસ.જી હાઇવે પાસે અંદાજ પાર્ટી પ્લોટથી મહોમદપુરા ગામ જવાના રસ્તે 46 વર્ષીય પ્રમોદ પટેલ નામના યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે ધા ઝીકીને હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ કેસમાં કાઈમ બ્રાંચે બે આરોપી ધરપકડ કરી છે. મૃતક પ્રમોદ પટેલની હત્યા કરવાનો પ્લાન તેની પત્નીએ જ બનાવ્યો હતો. કારણ કે મૃતકની પત્નીના અમરત નામના યુવાન સાથે પ્રેમસંબંધ હતા. 3 સેપ્તમ્બરે મૃતક પ્રમોદ નોકરીથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેની જ પત્નીના પ્રેમી અમરતે અન્ય ત્રણ લોકો સાથે મળીને હત્યા કરી દીધી હતી અને ફરાર થયા હતા. કાઈમ બ્રાંચની ગિરફતમાં રહેલ મૃતકની પત્ની કિંજલ પટેલ અને પ્રેમી અમરત બંને બે વર્ષથી પ્રેમસબંધમાં હતા. મૃતકની પત્ની કિંજલ અમરત સાથે પ્રેમસંબંધ હોવાથી પતિ પ્રમોદ સાથે અવાર નવાર ઝધડો કરતી હતી. પત્ની કિંજલને પતિથી છુટકારો મેળવવા પ્રેમી સાથે મળી 31 ઓગસ્ટના રોજ હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જે બાદ 3 સેપ્ટમ્બરના રોજ પતિ પ્રમોદએ પત્ની કિંજલને ફોન કરીને કહ્યું કે નોકરીથી આવતા મોડું થશે. જેથી પત્ની કિંજલએ પ્રેમીને ફોન કરી જાણ કરી ત્યારબાદ પ્રેમી અમરત મુતક પ્રમોદની નોકરી વાળી જગ્યાએ હત્યા કરવા પહોંચી ગયો અને પ્રમોદ નોકરી પુરી કરીને બહાર આવતા જ પ્રેમી સહિત 3 લોકોએ તીક્ષ્ણ હથિયાર ધા ઝીકીને તેને મોત ને ઘાટ ઉતારી દીધો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યારો પ્રેમી અમરતએ રાજસ્થાનથી સુરેશ નામના વ્યક્તિને 5 લાખની સોપારી આપી હતી અને ખાસ હત્યા કરવા માટે એક નવી આઈ 10 કાર પણ લીધી હતી. પ્રેમી અમરત,સુરેશ અને અજણીયા શખ્સો ભેગા મળી હત્યા કરી દીધી. ઉલ્લેખનીય છે કે મૃતક પ્રમોદ પટેલના અગાઉ બે વખત લગ્ન થઈ છુટાછેડા થયેલ અને કિંજલ સાથે ત્રીજા લગ્ન હતા. જેમાં મૃતક 46 વર્ષ ઉંમર હતી ત્યારે પત્ની 27 વર્ષની હોવાથી બંને અવાર નવાર ઝધડો થતો હોવાનું પત્ની પૂછપરછ સામે આવ્યું છે. અમદાવાદઃ 27 વર્ષની યુવતીને અન્ય યુવક સાથે બંધાયા સંબંધ, 15 વર્ષ મોટો પતિ અવરોધ લાગતો ......
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
Embed widget