AHMEDABAD : નાટકબાજ ‘કલાકાર’ ડોક્ટરે પોતાના જ અપહરણનું નાટક રચ્યું, જાણો શું છે સમગ્ર મામલો
Ahmedabad News : પોકર ગેમમાં લખો રૂપિયા હારી ગયેલા ડોક્ટરે પોતાના અપહરણનું નાટક કર્યું .
Ahmedabad : પોકર ગેમ એટલે કે ઓનલાઇન જુગાર ગેમમાં લાખો રૂપિયા હારી જવાથી એક ડોક્ટરે પોતાના જ અપહરણનું નાટક રચ્યું જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાઉથ બોપલ વિસ્તારમાંથી આ નાટકબાજ ડોક્ટરની ધરપકડ કરી છે.
15 લાખની ખંડણી માગ્યાનો મેસેજ ફરતો કર્યો
અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમને એક કોલ મળ્યો હતો જેમાં એક ડોક્ટરનું અપહરણ થયાનો મેસેજ સમગ્ર શહેર પોલીસને ફોરવર્ડ કરવામાં આવ્યો હતો. ખોખરા વિસ્તારમાં રહેતા અને આંખના હોસ્પિટલ ચલાવતા ડોક્ટરનું અપરણ થયું છે અને અહરણકર્તાઓએ રૂપિયા 15 લાખની ખંડણી માંગી છે. સમગ્ર બનાવની ગંભીરતાને જોતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ પણ સમગ્ર કેસમાં તપાસમાં જોતરાઇ ગઇ હતી.
પોતાના ફોનથી પિતાને મેસેજ મોકલ્યા
જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબરના લોકેશન ટ્રેસ કરવાની કામગીરી પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી દીધી હતી જેમાં ડોક્ટર સંકેત શાહ તેમનું અપહરણ થયું છે તેમના જ મોબાઈલ નંબર પરથી તેમના પિતાના મોબાઈલ નંબર ઉપર એક ફોન આવ્યો હતો અને બાદમાં અલગ-અલગ મેસેજ પણ આવ્યા હતા.
આ મેસેજમાં “તમારા દીકરાનું અપહરણ થયું છે અને રૂપિયા 15 લાખ તૈયાર રાખજો” તેવી ગર્ભિત ચીમકી ભર્યા મેસેજ પણ કરવામાં આવ્યા હતા. આ તમામ બાબતોનો ટેકનીકલ એનાલીસીસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં શરૂ કરી દીધુ હતું.
નાટકબાજ ડોક્ટર ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં
ડોક્ટર સંકેત શાહ આજે ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવી ગયા છે કારણ માત્ર એક જ છે કે તેમણે પોતાનું અપહરણ થયા હોવાનું મેસેજ તેમના પિતાને કર્યો હતો અને ખંડણીના ભાગ સ્વરૂપે રૂપિયા 15 લાખની માંગણી કરી હતી આ તમામ તરકટ રચવા પાછળ નો મુખ્ય કારણ એ હતું કે ડોક્ટર સંકેત શાહ ઓનલાઇન પર ગેમ માં જુગાર રમતો હતો અને હારી જતા તેણે પોતાના જ પિતા પાસેથી પૈસા મેળવવા માટે આ પ્રકારનો ગુનો આચર્યા હોવાની કેફિયત પોલીસ સમક્ષ ખુદ પોતે ડોક્ટર એ જ કબૂલી છે.
ઉપરાંત ડોક્ટર સંકેત શાહે અગાઉ પણ પોતાનો અકસ્માત થયો છે અને રૂપિયા 12 લાખ સામેવાળા માંગે છે તેમ કહીને પોતાના પિતા પાસેથી આ રૂપિયા માંગ્યા હતા.