Ahmedabad: લગ્નવાંછુકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો, યુવતીએ યુવક પાસેથી પડાવ્યા રૂપિયાને પછી.....
Latest Ahmedabad News: અમદાવાદના સૈજપુર બોધા ખાતે રહેતા યુવક સાથે લગ્નનું નોટક કરીને યુવતી દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રૂ. 1.37 લાખ પડાવીને જતી રહી હતી.
Ahmedabad Crime News: અમદાવાદમાં લગ્નની લાલચ આપી યુવક સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. યુવતીએ યુવક પાસેથી અલગ અલગ બહાના હેઠળ રોકડ અને દાગીના પડાવ્યા હતા. કુલ 1.37 લાખની છેતરપિંડી કરી હતી. જેને લઈ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહિત ત્રણ લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
અમદાવાદના સૈજપુર બોધા ખાતે રહેતા યુવક સાથે લગ્નનું નોટક કરીને યુવતી દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રૂ. 1.37 લાખ પડાવીને જતી રહી હતી. એટલું જ નહી યુવક સાથે ઠગાઇ કરીને રૂપિયા પરત આપવાના બદલે તેની સામે દુષ્કર્મની ખોટી ફરિયાદ કરીને ફસાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે પેટલાદની યુવતી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સૈજપુર બોધા ખાતે રહેતા યુવકના લગ્ન થયા ન હતા. યુવકની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી સગા વ્હાલા દ્વારા લગ્ન માટે પ્રયત્ન કરવા છતાં સમાજની છોકરી સાથે લગ્ન થયા ન હતા. જેથી યુવકનો કૌટુંબિક કાકાને વાત કરતાં તેઓએ પેટલાદના દલાલને વાત કરી હતી તેઓએ એક કુંવારી યુવતી હોવાની વાત કરી હતી. સાથે સાથે યુવતીના પરિવારજનોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેમને લગ્ન માટે આર્થિક મદદ કરવાની વાત કરી હતી જેમાં લગ્ન માટે એક લાખ રોકડા અને દાગીના આપવાની વાત કરી હતી. જેથી યુવકના પરિવાજનો સંમંત થયા હતા. જેમાં 50 હજાર રોકડા આપ્યા બાદ શ્રીફળ અને ચાંદલાની વિધી કરીને નરોડા ખાતેની હોટલમાં જમવા ગયા હતા અને બાકીના રૂપિયા આપ્યા પછી સગપણ કરવાની વાત કરીને છૂટા પડયા હતા તા03-09-2023ના રોજ યુવતીના ઘરે જવા નીકળ્યા તો દલાલે ફોન કરીને તેમના ઘર પાસે મરણ થયું હોવાનું કહીને પેટલાદ ખાતે બોલાવ્યા હતા અને ત્યાં 50,000 લીધા હતા
બાદમાં બીજા દિવસે યુવક સાથે યુવતીને અમદાવાદમાં ખરીદી કરવા માટે મોકલી હતી. કપડા અને દાગીનાની ખરીદી કરીને યુવતી રાતે રોકાઇ હતી. બીજા દિવસે યુવતીને યુવક મૂકી આવ્યો હતો. 20 દિવસ પછી લગ્ન કરવાની વાત કરી હતી છેલ્લે મામેરાના બહાને રૂપિયા પડાવ્યા હતા, બાદમાં યુવતીએ ફોન ઉપર લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ યુવકે દલાલ પાસે રૂપિયાની માંગણી કરતા જો પૈસા માગશો તો તારી સામે દુષ્કર્મનો ખોટો કેસ કરીને ફસાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.