ED Raids In Ahmedabad: અમદાવાદમાં EDના દરોડા, બેંક ફ્રોડ કેસમાં ત્રણ સ્થળે ઇડીએ કરી દરોડાની કાર્યવાહી
ED Raids In Ahmedabad: આજે અમદાવાદમાં EDના દરોડાની કાર્યવાહી થઇ છે. અમદાવાદમાં બેંક ફ્રોડ કેસમાં ત્રણ સ્થળે ઇડીએ દરોડા પાડ્યા છે

ED Raids In Ahmedabad: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દેશભરમાં તાબડતોડ કાર્યવાહી શરૂ કરી દીધી છે. મુંબઇ બાદ હવે અમદાવાદમાં પણ ઇડીએ દરોડાની કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ મુંબઈમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સહયોગી સલીમ ડોલાના ડ્રગ નેટવર્ક પર દરોડા પાડ્યા બાદ હવે અમદાવાદમાં બેન્ક ફ્રૉડ કેસમાં ત્રણ સ્થળે દરોડા પાડ્યા છે, ખાસ વાત છે કે, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સની ફરિયાદ બાદ ઇડીએ આ મોટી કાર્યવાહી કરી છે.
આજે અમદાવાદમાં EDના દરોડાની કાર્યવાહી થઇ છે. અમદાવાદમાં બેંક ફ્રોડ કેસમાં ત્રણ સ્થળે ઇડીએ દરોડા પાડ્યા છે. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સની ફરિયાદ બાદ ઇડીએ કાર્યવાહી શરૂ કરી છે. ગ્રે કાપડ ટ્રેડિંગના 3 ફર્મ પર EDનું સર્ચ ઓપરેશન ચાલુ છે. શ્રી ઓમ, શ્રી બાબા ટેક્સટાઈલ, શ્રી લક્ષ્મી ફેબમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. બેંક સાથે કેશ ક્રેડિટ સુવિધા લેવા બોગસ દસ્તાવેજનો ઉપયોગ કર્યાનો આરોપ લાગ્યો છે. બેંકમાંથી મળેલા રૂપિયા ખોટી રીતે અન્ય જગ્યાએ ટ્રાંસફર કર્યાનો આરોપ છે. આ ઉપરાંત મહત્વના દસ્તાવેજો, ડિજિટલ ડેટાની તપાસ કરવામાં આવી રહી છે.
અંડરવર્લ્ડ વિરુદ્ધ EDની મોટી એક્શન, ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સલિમ ડોલાના ઠેકાણાઓ પર દરોડા
બુધવાર, 8 ઓક્ટોબર, 2025 ના રોજ, ED એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 હેઠળ મુંબઈમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી ફૈઝલ જાવેદ શેખ અને અલ્ફિયા ફૈઝલ શેખ દ્વારા સંચાલિત એક મોટા ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્કના ગેરકાયદેસર નાણાં શોધવા માટે કરવામાં આવી રહી છે.
સલીમ ડોલા ડ્રગ હેરફેરની દુનિયામાં એક અગ્રણી વ્યક્તિ છે
તપાસમાં જાણવા મળ્યું છે કે ફૈઝલ શેખ કુખ્યાત ડ્રગ લોર્ડ સલીમ ડોલા દ્વારા MD (મેફેડ્રોન) મેળવતો હતો. સલીમ ડોલા લાંબા સમયથી કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા દેખરેખ હેઠળ છે અને તેના પર ડ્રગ હેરફેર અને ગેરકાયદેસર ડ્રગ નેટવર્કને ભંડોળ પૂરું પાડવાના ગંભીર આરોપો છે. નોંધનીય છે કે સલીમ ડોલા ડ્રગ હેરફેરની દુનિયામાં એક અગ્રણી વ્યક્તિ છે અને તેની સામે અનેક કેસ નોંધાયેલા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ સલીમ ડોલાની ધરપકડ માટે ઇનામ જાહેર કર્યું છે, કારણ કે તે લાંબા સમયથી ફરાર છે અને આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કને ભંડોળ પૂરું પાડવામાં સામેલ છે.
ડ્રગ મની સંબંધમાં ED એ અનેક સ્થળોએ દરોડા પાડ્યા
ED ટીમો હાલમાં એવા સ્થળોની તપાસ કરી રહી છે જ્યાં ડ્રગ મની અને સંબંધિત સંપત્તિના પુરાવા મળી શકે છે. ED અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નેટવર્ક કાયદેસર રીતે કરોડો રૂપિયાની ગેરકાયદેસર આવક ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ED ની આ કાર્યવાહી મુંબઈમાં ડ્રગ હેરફેર અને હવાલા વચ્ચેના ઊંડા જોડાણને ઉજાગર કરવામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સલીમ ડોલા દાઉદ ઇબ્રાહિમનો નજીકનો સાથી છે અને જૂનમાં ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા તેને દુબઈથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો.





















