શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: PI ડામોરનું કોરોનાથી મોત, પોલીસ બેડામાં શોકનો માહોલ
એસ.જી. -1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એ.એસ. ડામોરનું કોરોનાને કારણે મોત થયું છે.
અમદાવાદ: અમદાવાદમાં કોરોનાએ વધુ એક કોરોના વોરિયર્સનો ભોગ લીધો છે. મળતી માહિતી પ્રમાણે એસ.જી. -1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એ.એસ. ડામોરનું કોરોનાને કારણે મોત થયું છે. તેમના મોતના સમાચાર સાંભળીને સાથી કર્મચારીઓ તથા અમદાવાદ પોલીસ બેડામાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો.
અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે એક જ દિવસમાં 186 નવા કોરોના કેસ નોંધાયા હતા જ્યારે સારવાર દરમિયાન વધુ ત્રણ દર્દીઓના મોત નિપજ્યા હતા. 210 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં જુદી જુદી હોસ્પિટલ અને હોમ આઈસોલેશમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 980 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3704 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13,354 એક્ટિવ કેસ છે, જ્યારે 1,52,995 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 63 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,70,053 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement