અમદાવાદના સોલા બ્રિજ પાસે હિટ એન્ડ રન કેસના આરોપીની ધરપકડ, આરોપી વિજયના પિતા છે પોલીસ કોન્સ્ટેબલ
અમદાવાદના સોલા બ્રિજ પાસે હિટ એન્ડ રનના કેસના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી

અમદાવાદના સોલા બ્રિજ પાસે હિટ એન્ડ રનના કેસના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના સોલા બ્રિજ પર હિટ એન્ડ રનના કેસમાં અંતે આઠ દિવસ બાદ આરોપી મર્સિડિઝ ચાલકની ધરપકડ કરાઇ હતી. આરોપી વિજય રબારી પોલીસ કર્મચારીનો પુત્ર છે. આરોપીના પિતા પોલીસ કોન્સ્ટેબલ છે.
મર્સિડીઝ ચાલક વિજય રબારી પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર હોવાનો ઘટસ્ફોટ થયો છે. નોંધનીય છે કે 14 મેના સોલા બ્રિજ પર એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં રાહુલ ભાટીયા નામના ફૂટબોલરને ગંભીર ઈજા થઈ હતી અને હાલ તે ICUમાં સારવાર હેઠળ છે. હીટ એન્ડ રન કરનારી આ મર્સિડીઝ કોઈ બીજાની નહીં, પણ એક કોન્સ્ટેબલના દીકરો વિજય રબારીની હોવાનો ખુલાસો થયો છે. આરોપી વિજયના પિતા મૂળ અમદાવાદ જિલ્લા પોલીસમાં પોલીસ કર્મચારી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પોલીસપુત્ર હોય ત્યારે કદાચ તેને એવું લાગ્યું હશે કે પપ્પા બચાવી લેશે પરંતુ આખરે આઠ દિવસ બાદ આરોપીની ધરપકડ થઈ છે.
અમદાવાદના પેલેડિયમ મોલ પાસેના બ્રિજ પર ગત 14 મેના રોજ થયેલા અકસ્માત કેસમાં પોલીસે મર્સિડીઝ કાર ચાલકની ધરપકડ કરી છે. પોલીસ પુત્ર વિજય રબારીએ બાઇક ચાલકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ત્રણ ચાર લોકોને ઈજા થઈ હતી. ટ્રાફિક પોલીસે વિજય રબારીની ધરપકડ કરી લક્ઝરીયસ મર્સિડિઝ કાર જપ્ત કરી છે.
અકસ્માત અંગે એસજી વન ટ્રાફિક પોલીસે બે અલગ અલગ ગુનાઓ નોંધ્યા છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી વિજય રબારી જેની કારથી અકસ્માત સર્જાયો હતો તે પોલીસ પુત્ર હોવાનુ સામે આવ્યું છે. આરોપી વિજય રબારી આરોપી હિટાચી મશીનનો વ્યવસાય કરે છે અને ધોળકાનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં જાણી શકાયું છે. આરોપી વિજયના પિતા અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. એસજી 1 ટ્રાફિક પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.





















