ગણેશોત્સવને લઈને અમદાવાદ પોલીસ કમિશ્રનું જાહેરનામું, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમને મંજૂરી નહીં
10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
ગણેશોત્સવને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા અનુસાર સાર્વજનિક ગણેશ મહોત્સવ માટે સરકારે ચાર ફુટના માટીના ગણપતિની સ્થાપના માટે તેમજ પંડાલ બનાવવા અને લાઉડ સ્પીકર વગાડવા માટે મંજૂરી આપી છે. પરંતુ કોઈપણ પ્રકારના ધાર્મિક કે સાંસ્કૃતિ કાર્યક્રમ માટે મંજૂરી આપી નથી. જ્યારે ગણપતિની મૂર્તિનું વિસર્જન મહાનગર પાલિકાએ બનાલેવા કુત્રિમ કુંડમાં જ કરી શકાશે.
આ કુંડ સુધી જવા માટે સરઘસમાં માત્ર 15 જ વ્યક્તિઓને મંજૂરી આપવામા આવશે. જે તમામ 15 લોકોના નામ, સરનામા અને મોબાઈલ નંબર સહિતની વિગતો પોલીસને અગાઉથી જ આપવી પડશે. 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
રાજ્ય સરકારે જે રીતે સાર્વજનિક ગણેશ મહોત્સવ માટે માટીની મૂર્તિની સાઈઝ ચાર ફુટની રાખી છે. જ્યારે ઘરમાં બે ફુટ સુધીના જ ગણપતિનું સ્થાપન કરવા માટે મંજૂરી આપી છે. જ્યારે ઘરમાં જ પણ ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે. તે મૂર્તિનું વિસર્જન ઘરમાં જ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ: ફાયર NOC રીન્યુ ન થયેલી હોસ્પિટલો સામે AMCની લાલ આંખ, જાણો શું કરાયા આદેશ ?
અમદાવાદમાં ફાયર NOC રીન્યુ ન થયેલી હોસ્પિટલો સામે અમદાવાદ કોર્પોરેશને લાલ આંખ કરી છે. બોમ્બે નર્સીગ હોમ્સ એક્ટ 1949 અધિનિયમ અનુસાર AMC દ્વારા આદેશ કરાયા છે કે ફાયર NOC રીન્યુ ન થાય ત્યાં સુધી એક પણ દર્દીને દાખલ ન કરવામાં આવે. અલગ-અલગ 41 હોસ્પિટલને અનેક વખત આદેશ છતાં ફાયર NOC માટે ઉદાસીનતા રાખવામાં આવી છે.
ફાયર NOC રીન્યુ કરાવ્યા બાદ નવા દર્દીઓની ભરતી કરવા AMCએ કડક આદેશ આપ્યા છે. અમદાવાદની 41 હોસ્પિટલોને તાળા લાગશે. જેમાં ફાયર સેફટી તેમજ બીયુ પરમિશન ન હોય તેવી 41 હોસ્પિટલોને દર્દીઓને દાખલ ન કરવા આદેશ અપાયા છે. ફાયર બ્રિગેડે આ હોસ્પિટલોને અગાઉ કોર્પોરેશન દ્વારા જ અપાયેલું સી ફોર્મ રદ કર્યું છે.
જેમાં સાત દિવસમાં દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરી હોસ્પિટલ ખાલી કર્યા બાદ કોર્પોરેશનને જાણ કરવાના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે અમદાવાદમાં ફાયર સેફ્ટીનું એનઓસી ન મેળવનાર 95 હોસ્પિટલોને ક્લોઝર નોટિસ અપાઈ છે. આ હોસ્પિટલના સંચાલકોને 7 દિવસનો સમય અપાયો હતો. જો 7 દિવસમાં હોસ્પિટલ તરફથી NOC મેળવવા કોઈ કાર્યવાહી નહીં કરાય તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.