શોધખોળ કરો

Ahmedabad: ઉતરાયણને લઈને અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, ફક્ત ચાઈનીઝ દોરી જ નહીં પણ આ મામલે પણ થશે કાર્યવાહી

અમદાવાદ: ઉતરાયણના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી, તુક્કલ વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધના જાહેરનામા અંગે માહિતી આપી.

અમદાવાદ: ઉતરાયણના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં પ્રતિબંધિત સિંથેટિક દોરી એટ્લે કે ચાઇનીઝ દોરી, તુક્કલ વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધના જાહેરનામા અંગે માહિતી આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે,  ચાઇનીસ દોરીના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદમા 113 જગ્યા પર રેડ કરવામાં આવી છે. લોકો અને પશુઓને નુકશાન થાય તે માટેના પ્રયાસ મામલે 170 જેટલા કેસ કરવામાં આવ્યા છે.

આઈટી એકટ હેઠળ કામગીરી કરવામાં આવશે

ચાઇનીસ દોરીના ઑનલાઇન વેચાણ સામે પણ આઈટી એકટ હેઠળ કામગીરી કરવામાં આવશે. સિંથેટિક દોરી વધુ કેમિકલ ટ્રીટમેન્ટ આપી વધુ કાચ ઉમેરવામાં આવે છે. જેથી દરેક પોલીસ સ્ટેશનને સુચના અપાઈ છે કે જેઓ દોરી તૈયાર કરતા હોય તેમને સમજાવવામાં આવી રહ્યાં છે. વધું તેજીલી દોરી ઘાતક હોય છે જેથી તેના પર નિયંત્રણ મેળવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે.

અમદાવાદ પોલીસ સતર્ક બનીને કાર્યવાહી કરી રહી છે

પ્રતિબંધિત સિન્થેટિક દોરી કે જે ચાઈનીઝ દોરીના નામથી ઓળખાય છે તેની સામે અમદાવાદ પોલીસ સતર્ક બનીને કાર્યવાહી કરી રહી છે. ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા લોકો સામે અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યા છે. માત્ર ચાઈનીઝ દોરી નહીં પરંતુ પોલીસ હવે રેગ્યુલર પતંગ ચગાવવાની દોરીને વધુ ધારદાર બનાવતા વેપારીઓને મળીને સમજાવવાનો અભિયાન પણ હાથ ધર્યું છે.

અમદાવાદમાં અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યાં 

ઉતરાયણનો તહેવાર નજીક છે તેવામાં દિવસેને દિવસે ચાઈનીઝ દોરીનું પ્રમાણ વધ્યું છે. લોકો માટે ઘાતક અને જીવલેણ સાબિત થતી ચાઈનીઝ દોરીના વેપાર અને ઉપયોગ સામે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યાં છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધી 3 હજાર જેટલી ચાઈનીઝ દોરીની રીલ ઝડપી લેવામાં આવી છે. ઓનલાઇન ચાઈનીઝ દોરીના વેચાણ બાબતે પણ સાયબર પોલીસ નજર રાખી રહ્યું હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે.

 વેપારીઓ સાથે મળીને જાગૃતા લાવવાનો પ્રયાસ

અમદાવાદ શહેર પોલીસ માત્ર ચાઈનીઝ દોરી પરંતુ રેગ્યુલર દોરી તૈયાર કરતા વેપારીઓ સાથે મળીને જાગૃતા લાવવાનો પ્રયાસ કરી રહી છે. રેગ્યુલર દોરીને વધારે મજબૂત બનાવવા માટે કેમિકલ અને કાચનો ઉપયોગ કરવામાં આવે છે, જે પણ ચાઈનીઝ દોરી જેટલો જ ઘાતક બની શકે છે. જેથી જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દોરીને માંજો કરાવતાં વેપારીઓ સાથે મુલાકાત કરી કેમિકલ કે વધારે પડતા કાચનો ઉપયોગ ન કરવા માટે સમજાવવાનો અભિયાન હાથ ધર્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂરAhmedabad NRI Murder Case : અમદાવાદના બોપલમાં NRIની રૂપિયાની લેતીદેતીમાં હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jhansi: ઝાંસી મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ,અનેક બાળકો ગંભીર રીતે ઘાયલ
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Embed widget