શોધખોળ કરો
બાઈક પર હેલમેટ વગર જઈ રહેલા પોલીસ અધિકારીને આ અમદાવાદીએ કરાવ્યું ટ્રાફિક નિયનું ભાન? જાણો કેવી રીતે
વીડિયોમાં પહેલાં તો આ પોલીસ અધિકારી ગુસ્સે થઈને કંઈ કહી રહ્યો હતો જોકે તેને ખબર પડી કે તેનો વીડિયો બનાવવામાં આવી રહ્યો છે તો તે શાંત થઈને બાઈક રોંગ સાઈડમાં વાળી દીધું હતું પાછો ભાગી રહ્યો હતો.

અમદાવાદ: અમદાવાદ પોલીસ વિભાગના એક કર્મચારી રોડ પર હેલ્મેટ પહેર્યાં વગર જ ખુલ્લેઆમ બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે એક જાગૃત નાગરિકે વીડિયો ઉતારીને તેને પૂછ્યું સાહેબ હેલ્મેટ ક્યાં છે. વીડિયોમાં પહેલાં તો આ પોલીસ અધિકારી ગુસ્સે થઈને કંઈ કહી રહ્યો હતો જોકે તેને ખબર પડી કે તેનો વીડિયો બનાવવામાં આવી રહ્યો છે તો તે શાંત થઈને બાઈક રોંગ સાઈડમાં વાળી દીધું હતું પાછો ભાગી રહ્યો હતો. જો કે આ જાગૃત નાગરીકે તેમ છતાં પણ તેનો પીછો છોડ્યો નહતો અને પાછળ પાછળ ગયો હતો જોકે આખરે આ પોલીસ કર્મચારી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વધુ વાંચો





















