શોધખોળ કરો
અમદાવાદના વાતાવરણમા પલટો, વરસાદના કારણે ગરબા આયોજકો ચિંતિત
સરખેજ, બોપલ મેમનગર, સાબરમતી, ઘાટલોડિયા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

અમદાવાદઃ શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શહેરના રાયખડ, કાલુપુર, ખમાસા, મણિનગર, પ્રહલાદનગર, પકવાન રોડ, એસજી હાઇવે. સરખેજ, બોપલ મેમનગર, સાબરમતી, ઘાટલોડિયા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં વરસાદ રોકાવાનું નામ લઇ રહ્યો નથી. અમદાવાદ શહેરમાં બપોર બાદ હળવો વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે નવરાત્રીના આયોજકોમાં ચિંતા પ્રસરી હતી. વરસાદના કારણે કેટલાક ગરબા આયોજકોએ નવરાત્રીના શરૂઆતના બે દિવસ ગરબાનું આયોજન કર્યું નહોતું ત્યારે આજે પણ વરસાદ પડતા ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઇ હતી. હાલમાં પણ શહેરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. થલતેજ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, બોપલ, સરખેજ, નહેરૂનગરમાં વરસાદ પડ્યો હતો. તે સિવાય મણિનગર, ઈસનપુર, હાટકેશ્વરમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. અવિરત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુક્સાન થઇ રહ્યું છે. ઉપરાંત પોરબંદરના બરડા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. બગવદર, ખાભોદર, મજીવાના, શીશલી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો.
વધુ વાંચો





















