શોધખોળ કરો

Ahmedabad Rathyatra 2023: અમદાવાદમાં જગન્નાથની 146મી રથયાત્રામાં 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુનો અપાશે પ્રસાદ, જાણો રથયાત્રાનો રૂટ

Rathyatra 2023: 19 જૂને ગજરાજોની પૂજનની વિધિ થશે.સમગ્ર રથયાત્રાનો રૂટ જાહેર કરવામાં આવ્યો છે.

Ahmedabad Rathyatra 2023L શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગામી 20મી જૂને યોજાશે. રથયાત્રાને લઈને જમાલપુર મંદિરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા જોડાશે. 2 લાખ ઉપરણાં પ્રસાદમાં અપાશે. 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ બનાવાશે. 3 દિવસ મંદિરમાં ઉત્સવો અને પૂજાવિધિ થશે. 19 જૂને ગજરાજોની પૂજનની વિધિ થશે.સમગ્ર રથયાત્રાનો રૂટ જાહેર કરવામાં આવ્યો છે.

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ નગરયાત્રાએ નીકળે ત્યારે સરસપુર ખાતે મોસાળમાં જાય છે. મોસાળવાસીઓ દ્વારા ભગવાનની આગતા સ્વાગતા કરવામાં આવે છે અને મામેરૂ ભરાય છે. આ વર્ષે ભગવાનને મામેરામાં ત્રણેય ભગવાનના વાઘા, સોનાના ઢોળ ચડાવેલા હાર, સુભદ્રાજીને પાર્વતી શણગાર આપવામાં આવ્યો છે. પાર્વતી શણગારમાં લિપસ્ટિક, કાજલ, ચાંદલા, બેંગલ્સ, નેઇલ પોલીસ, શૃંગારની નાનીથી લઈ મોટી તમામ સામગ્રીનો સમાવેશ થાય છે. ભગવાનના મોરપિચ્છ થીમનાં વાઘા અને ઘરેણાં તૈયાર કરાયા છે.

Ahmedabad Rathyatra 2023:  અમદાવાદમાં જગન્નાથની 146મી રથયાત્રામાં 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુનો અપાશે પ્રસાદ, જાણો રથયાત્રાનો રૂટ

1200 ખલાસીઓ જોડાશે

20 જૂને યોજાનારી રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા, સાધુ-સંતો અને ભક્તો સાથે1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચવામાં આવશે. રથયાત્રામાં દર્શન માટે આવનાર લોકોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.18 જૂનના રોજ ભગવાન જગન્નાથ મામાના ઘરેથી પરત ફરશે ત્યારે ગર્ભગૃહમાં તેમની પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ સવારે 7:30 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ પૂજન વિધિ કરવામાં આવશે.

આ રૂટ પર રથયાત્રા નીકળશે

  • સવારે 7 વાગ્યે-રથયાત્રાનો પ્રારંભ
  • 9 વાગ્યે-મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ
  • 9.45 વાગ્યે- રાયપુર ચકલા
  • 10.30 વાગ્યે-ખાડિયા ચાર રસ્તા
  • 11.15 વાગ્યે-કાલુપુર સર્કલ
  • 12 વાગ્યે-સરસપુર
  • 1.30 વાગ્યે-સરસપુરથી પરત
  • 2 વાગ્યે-કાલુપુર સર્કલ
  • 2.30 વાગ્યે-પ્રેમ દરવાજા
  • 3.15 વાગ્યે-દિલ્હી ચકલા
  • 3.45 વાગ્યે-શાહપુર દરવાજા
  • 4.30 વાગ્યે-આર.સી. હાઇસ્કૂલ
  • 5 વાગ્યે-ઘી કાંટા
  • 5.45 વાગ્યે-પાનકોર નાકા
  • 6.30 વાગ્યે-માણેકચોક
  • 8.30 વાગ્યે-નિજ મંદિર પરત

અમદાવાદમાં કયારે થઈ હતી રથયાત્રાની શરૂઆત
 
અમદાવાદ શહેરમાં રથયાત્રાની શરૂઆત 1878માં થઈ હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરાવી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન નગર ચર્યાએ નીકળીને નગરજનોને દર્શન આપે છે. 2023 માં 146મી રથયાત્રા નીકળશે. આ માટે હાલ ભગવાન જગન્નાથજી, ભાઈ બલબદ્ર અને બહેન સુભદ્રાજી માટે ત્રણેય નવા રથનું નિર્માણ થઈ રહ્યું છે. પરંપરા જળવાઈ રહે તે પ્રમાણે રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget