શોધખોળ કરો

અમદાવાદમાં DCPએ જાતે જ કરોડો રૂપિયાના દારૂનો જથ્થાનો આ કરી કર્યો નાશ, તસવીરો થઈ વાયરલ

આ કાર્યવાહી દરમિયાન ડીસીપી, એસીપી, સહીતના પોલીસ અધિકારી ઉપરાંત એસડીએમ પણ હાજર રહ્યા હતાં. બે વર્ષમાં પકડેલા લગભગ 1 કરોડ 73 લાખના દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું

અમદાવાદ: ગુરૂવારે અમદાવાદના ઝોન 5 પોલીસ સ્ટેશન વિસ્તાર દ્વારા મોટા પ્રમાણમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષમાં પકડેલા લગભગ 1 કરોડ 73 લાખના દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ખાસ વાત તો એ છે કે, ઝોન 5ના ડીસીપી રવીતેજા વાસમશેટ્ટીએ જાતે રોલર ચલાવીને દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. કોર્ટની મંજુરી બાદ આ દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો તેવું જાણવા મળ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ડીસીપી, એસીપી, સહીતના પોલીસ અધિકારી ઉપરાંત એસડીએમ પણ હાજર રહ્યા હતાં. ઝોન 5ના ડીસીપી રવીતેજા વાસમશેટ્ટીએ કહ્યું હતું કે, પોલીસ દારૂ પકડવામાં મહેનત કરે છે અને જો તેમના જ સિનીયર અધિકારી જાતે જ દારૂના જથ્થાનો નાશ કરે તો કામગીરીથી સંતોષ મળશે. ઝોન 5માં આવેલ નિકોલ, ખોખરા, રામોલ, અમરાઈવાડી, બાપુનગર, રખિયાલ અને ઓઢવ પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં દારૂના 500થી વધુ કેશ કરવામાં આવ્યા હતા. જેમાં પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. આ અગાઉ પણ ગોમતીપુર પોલીસ દ્વારા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ

મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
Embed widget