શોધખોળ કરો
Advertisement
Ahmedabad: કોરોના સંક્રમણ વધતા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધી
કોરોના સંક્રમણ વધવાના કારણે શહેરમાં વધુ ત્રણ સ્થળ માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં મુકવામાં આવ્યા છે. હવે અમદાવાદ શહેરમાં થયા કુલ 41 સ્થળો માઈક્રો કંટેનમેંટ ઝોન હેઠળ છે.
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં પણ વધારો થયો છે. અમદાવાદમાં આજે 113 કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં એક મૃત્યુ થયું છે. કોરોના સંક્રમણ વધવાના કારણે શહેરમાં વધુ ત્રણ સ્થળ માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં મુકવામાં આવ્યા છે. હવે અમદાવાદ શહેરમાં થયા કુલ 41 સ્થળો માઈક્રો કંટેનમેંટ ઝોન હેઠળ છે. ઓઢવ વિસ્તારમાં મહાવીરનગર સોસાયટીમાં 176 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 264969 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.33 ટકા પર પહોંચ્યો છે. હાલ 2858 એક્ટિવ કેસ છે, જેમાંથી 43 લોકો વેન્ટિલેટર પર અને 2815 લોકો સ્ટેબલ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 515 નવા કેસ નોંધાયા હતા જ્યારે 405 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4413 લોકોના કોરોનાથી મોત થયા છે.આજે રાજ્યમાં કુલ 1,23,245 લોકોને રસી આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion