શોધખોળ કરો
Advertisement
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આવતીકાલે કોની હાજરીમાં ભાજપમાં જોડાશે, જાણો વિગત
અલ્પેશ ઠાકોર જ્યારે ભાજપમાં જોડાશે ત્યારે ઓબીસી એકતામંચના અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિજય રૂપાણી અને જીતુ વાઘાણીની હાજરીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપનો ખેસ પહેરશે
અમદાવાદઃ કોંગ્રેસ છોડ્યા બાદ અલ્પેશ ઠાકોર આવતી કાલે એટલે 18 તારીખે ભાજપમાં જોડાશે. હાલ અલ્પેશ ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરશે. અલ્પેશ ઠાકોરે પણ નિર્દેશ આપ્યો હતો કે, પાર્ટી જે કામ સોંપશે તે કરવા તૈયાર છે. અલ્પેશ ઠાકોરની સાથે પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ આવતી કાલે ભાજપમાં જોડાશે.
અલ્પેશ ઠાકોર જ્યારે ભાજપમાં જોડાશે ત્યારે ઓબીસી એકતામંચના અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિજય રૂપાણી અને જીતુ વાઘાણીની હાજરીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપનો ખેસ પહેરશે. ઉલ્લેખનીય છે કે, 5 જુલાઈના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ થોડીવારમાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું.
રાધનપુર બેઠક ખાલી કરનાર અલ્પેશ ઠાકોર ફરી આ જ બેઠક પરથી ભાજપની ટીકિટ પર પેટાચૂંટણી લડશે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ પક્ષ તેમજ ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા અલ્પેશને મંત્રી બનાવાય છે કે કેમ તેના પર પણ સૌની નજર મંડરાયેલી છે. અત્યાર સુધી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા સહિતના નેતાઓને રાતોરાત મંત્રી બનાવી દેવામાં આવ્યા છે. ત્યારે અલ્પેશને ભાજપમાં આવું કોઈ મહત્વ મળે છે કે કેમ તે જોવાનું રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement