AMC Bulldozer Operation Live: ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા અમદાવાદ સીપી ઓફિસ
AMC Bulldozer Operation Live: ચંડોળા તળાવમાં થયેલા ગેરકાયદે બાંધકામો તોડી પડાશે. ચંડોળા તળાવમાં પોલીસ અને મનપા દ્ધારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે

Background
AMC Bulldozer Operation Live: અમદાવાદમાં 'મિની બાંગ્લાદેશ' વિરુદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઓપરેશન ક્લિન શરૂ કર્યું હતું. ચંડોળા તળાવમાં થયેલા ગેરકાયદે બાંધકામો તોડી પડાશે. ચંડોળા તળાવમાં પોલીસ અને મનપા દ્ધારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બુલડોઝરની કાર્યવાહીમાં 2 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 80 JCB, 60 ડમ્પરથી કાર્યવાહી કરાશે. અમદાવાદના તમામ સાતેય ઝોનના એસ્ટેટ અધિકારીઓ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચ્યા બાદ બાંગ્લાદેશીઓ બાદ હવે દબાણો પર AMC એ ઓપરેશન ક્લિન શરૂ કર્યું હતું.
ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે મિલકતોના વીજ કનેકશન કાપી નંખાયા હતા. ક્રાઈમબ્રાંચે ચંડોળા તળાવ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. AMCની સોલિડ વેસ્ટ અને ઈજનેર વિભાગની તમામ ઝોનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર દિવસ દરમિયાન AMCનું ઓપરેશન ક્લિન ચાલશે. સવારે 7 વાગ્યાથી ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર ફરી વળશે
અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પોલીસ બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવા લાગી છે. અમદાવાદ પોલીસ પણ બે દિવસથી ચંડોળા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદે બાંગ્લાદેશીઓની તપાસ કરી રહી છે. બે દિવસ દરમિયાન 890 બાંગ્લાદેશીને ડિટેઇન કર્યા હતા. જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી. હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે.
રાત્રે 11 વાગ્યા આસપાસ જેસીબી, ડમ્પરનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. અમદાવાદ પોલીસની કાર્યવાહીમાં અત્યાર સુધી 143 બાંગ્લાદેશી હોવાનું જાણવા મળ્યું છે. 200 લોકોને વેરિફિકેશન બાદ છોડી દેવામાં આવ્યા છે તથા 590 લોકોના પાસપોર્ટ હોવાનું સામે આવ્યું છે. ચંડોળા વિસ્તારમાં દાદાનું બુલડોઝર ફરી વળશે. અમદાવાદ પોલીસ, કોર્પોરેશન, ક્રાઈમબ્રાંચનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. તમામ સાતેય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ કામગીરીમાં જોડાયા હતા. તમામ સાતેય ઝોનના સોલિડ વેસ્ટ, ઈજનેર વિભાગના અધિકારીઓ જોડાયા હતા. છેલ્લા 15 વર્ષથી ચંડોળા તળાવ વિસ્તારમાં ઝૂંપડપટ્ટી,કાચા- પાકા મકાનોનું બાંધકામ છે. સૌ પ્રથમ 100 બાંગ્લાદેશીઓના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરશે. ચંડોળા તળાવ વિસ્તાર મોડી રાત સુધી સમગ્ર વિસ્તારને ખાલી કરી દેવાયો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ સીપી ઓફિસ પહોંચ્યા હતા
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ સીપી ઓફિસ પહોંચ્યા હતા. તેમણે હાઇકોર્ટના ચુકાદા પર એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે ન્યાય મળ્યો. ગેરકાયદે વસવાટ કરનારાઓની અરજી હાઈકોર્ટે ફગાવી હતી. કોંગ્રેસનો બાંગ્લાદેશીઓ પાકિસ્તાનીઓને બચાવવાનો એજન્ડા નિષ્ફળ રહ્યો છે. CP ઓફિસ ખાતે DGP અને CP સાથે સંઘવીએ બેઠક કરી હતી.
Justice served! Gujarat HC rejects Congress sympathizers' petition against govt's action on illegal migrants. Their agenda to protect Bangladeshis/Pakistanis has been foiled.
— Harsh Sanghavi (@sanghaviharsh) April 29, 2025
લાલા બિહારી ઉપરાંત તેના પુત્ર ફતેહની પણ ધરપકડ કરી
ઈતિહાસમાં સૌથી મોટા ડિમોલિશનની કામગીરી યથાવત છે. અમદાવાદના ચંડોળા તળાવની ફરતે AMCની 50 ટીમોનું મેગા ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી રહી છે. JCB સહિતના સાધનોની મદદથી ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. કુખ્યાત લાલા બિહારીની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી હતી. લાલા બિહારી ઘૂસણખોર બાંગ્લાદેશીઓનો આકા છે. લાલા બિહારી ઉપરાંત તેના પુત્ર ફતેહની પણ ધરપકડ કરી હતી.





















