શોધખોળ કરો
Advertisement
અમદાવાદીઓ માટે મોટા સમાચાર, શહેરના આ જાણીતા બજારને ખોલવાનો નિર્ણય
સમય સમયે અહીં AMCની ટીમ ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરવા આવશે.
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1067 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 13 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2910 પર પહોંચ્યો છે. જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 87846 થઈ ગઈ છે. આ સાથે જ અમદાવાદીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખાણીપીણીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્ત્વનો નિર્ણય કર્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે અમદાવાદના જાણીતા ખાણીપીણી માર્કેટ એવા માણેકચોક બજારને ખોલવાનો નિર્ણય કર્યો છે.
મળતી માહિતી મુજબ માણેકચોક બજાર રાત્રે 11-00 કલાક સુધી ખુલ્લુ રહેશે. આ દરમિયાન અહીં કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સમય સમયે અહીં AMCની ટીમ ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરવા આવશે.
નોંધનીય છે કે, આ પહેલા લોકડાઉન અને બાદમાં અનલોકમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળતા માણેકચોકને બંધ રાખવાનો નિર્ણય પ્રશાસને લીધો હતો. અહીં મોડી રાત સુધી ખાણી પીણી મળતી હોવાથી મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય છે. જેના કારણે કોરોનાના વધારે ફેલાવનાના ભયને કારણે તેને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement