શોધખોળ કરો

અમદાવાદઃ ઠંડા પીણામાંથી નીકળી ગરોળી, મેકડોનાલ્ડ તાત્કાલિક સીલ કરાયુ

અમદાવાદમાં સોલા વિસ્તારમાં આવેલી મેકડોનાલ્ડમાંથી લેવામાં આવેલા કોલ્ડ્રિંક્સમાંથી ગરોળી મળી આવતા મનપાની આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક અસરથી બંધ કરી છે

અમદાવાદઃ અમદાવાદમાં સોલા વિસ્તારમાં આવેલી મેકડોનાલ્ડમાંથી લેવામાં આવેલા કોલ્ડ્રિંક્સમાંથી ગરોળી મળી આવતા મનપાની આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક અસરથી બંધ કરી છે. મળતી જાણકારી અનુસાર, શનિવારે બપોરના સમયે ગ્રાહકે કોલ્ડ્રિંક્સ મંગાવી હતી. જેમાં ગરોળી જોવા મળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. બાદમાં આ અંગે મનપાની આરોગ્ય વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી. જેથી હેલ્થ વિભાગે હાજરીમાં આ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપ્યુ હતું જ્યારે મેકડોનાલ્ડને તાત્કાલિક અસરથી સીલ મારવામાં આવ્યુ હતું. ગ્રાહકનું કહેવું હતું કે આ બાબતે મેનેજરને ફરિયાદ કરી પરંતુ તેણે કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું.

પિતા-પુત્રીનું કરૂણ મૃત્યુ

Ahmedabad : અમદાવાદમાં દિવાલને છાંયડે બેસેલા પિતા-પુત્રીનું કરૂણ મૃત્યુ ત્યાંની ઘટના સામે આવી છે. આ પિતા-પુત્રી ગરમીથી રાહત મેળવવા જે દિવાલને છાંયડે બેસેલા હતા એ જ દિવાલ તેમની માથે પડતા બંને પિતા-પુત્રીનું મૃત્યુ થયું  છે. અમદાવાદમાં અનુપમ બ્રિજ છેલ્લા કેટલાય વર્ષોથી બની રહ્યો છે,  ત્યારે આજે અનુપમ બ્રિજની બાજુમાં રોડની કામગીરી વખતે જેસીબીથી સલાટનગરની દિવાલ ધરાશાયી થઈ હતી. આ દીવાલ ધરાશાયી થતા દિવાલને છાંયડે બેસેલા પિતા-પુત્રીનું કરૂણ મૃત્યુ થયું છે. 

આજે 21  મે ના દિવસે બપોરના 03:41 વાગ્યે  આ ઘટના ઘટી. દિવાલ પડતા પિતા-પુત્રી દટાયા હતા. ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં સારવાર દરમિયાન પિતા અને પુત્રીનું મૃત્યુ થયું હતું.એલજી હોસ્પિટલની મુલાકાતે આવેલા મેયર કિરીટ પરમાર તેમજ ધારાસભ્ય શૈલેષ પરમારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી છે. 

દિવાલ ધરાશાયી થવાની આ ઘટનામાં અમદાવાદ મહાનગરપાલિકા મૃતકના પરિવારને બિલ્ડર પાસેથી સહાય અપાવશે. મળતી જાણકારી મુજબ AMC રણજીત બિલ્ડકોન પાસેથી 5-5 લાખની સહાય અપાવશે.જ્યાં દિવાલ ધરાશાયી થઇ ત્યાં રણજિત બીલકોન અને એસપેકેમ કંપની કામ કરે છે.બે મહિના પહેલા આ જ જગ્યા પર દિવાલ પડી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અહીં સુપરવિઝન વગર કામ થાય છે. અને અગાઉ બોપલ બ્રિજ પડવાની ઘટનામાં આ જ કંપની કામ કરતી હતી.કામમાં બેદરકારીના કારણે આ કંપનીને બ્લેક લિસ્ટ કરવા માંગ કરાઈ હતી. જોકે તેમ છતાં આ કંપનીને અનુપમ બ્રિજનું કામ અપાયું અને આજે આ દુઃખદ ઘટના બની. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યોRajkot Accident: રાજકોટમાં બેફામ કન્ટેનરનો કહેર યથાવત. આજી ડેમ ચોકડી નજીક વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોતAhmedabad News | જમાલપુર કાચની મસ્જિદ વિવાદ, HCએ પિટિશનરની બાંધકામ તોડવા પર રોકની અરજી ફગાવીRajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget