શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત અત્યંત ખરાબ હોવાનો વીડિયો વાયરલ, અમિત ચાવડાએ શું કરી સ્પષ્ટતા ?
ભરતસિંહના શરીરમાં ઠેર ઠેર નળીઓ લગાવેલી છે અને ફિઝિયોથેરાપિસ્ટ તેમને હાથ ઉંચા કરીને કસરત કરાવી રહ્યા છે.
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની તબિયત અત્યંત ખરાબ હોવાના દાવા સાથે એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ભરતસિંહ સોલંકી બિલકુલ ઓળખાય નહીં એવી સ્થિતીમાં દેખાઈ રહ્યા છે. ભરતસિંહના શરીરમાં ઠેર ઠેર નળીઓ લગાવેલી છે અને ફિઝિયોથેરાપિસ્ટ તેમને હાથ ઉંચા કરીને કસરત કરાવી રહ્યા છે.
આ વીડિયો વાયરલ થતાં કોંગ્રેસનાં વર્તુળોમાં ભરતસિંહની તબિયત અંગે ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી. જો કે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટતા કરી છે કે, આ વિડીયો 20 દિવસ જૂનો છે અનેહાલમાં ભરતસિંહને હાલ કસરત કરાવવામાં આવી રહી છે. ભરતસિંહ હાલ વહીલચેર પર અવરજવર પણ કરી રહ્યા છે. ચાવડાએ કહ્યું કે, આ ફિઝિયોથેરાપીની સારવાર બાદ કિડનીની પણ સમસ્યા થઈ હતી પણ તે પણ હવે રિકવરી તરફ છે તેથી તેમની તબિયત અંગે કોઈ ચિંતા કરવા જેવું નથી.
કોરોના થતાં વડોદરાની હોસ્પિટલમાં દાખલ થયેલા ભરતસિંહ સોલંકીની તબિયત કથળી જતાં તેમને અમદાવાદ લવાયા હતા. અમદાવાદમાં તેમની તબિયત વધારે બગડતાં તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રખાયા હતા પણ હવે તેમની તબિયતમાં સુધારો નોંધાયો છે.
હોસ્પિટલનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભરતસિંહ સોલંકી સતત 50 દિવસથી વધુ હોસ્પિટલમાં હોવાથી હાલ ફિઝિયોથેરાપી દ્વારા કસરત કરાવીને સારવાર શરૂ કરવામાં આવી છે. તેમને બીજી કોઈ તકલીફ પણ નથી એ જોતાં ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સંપૂર્ણ રિકવર થયા બાદ ડિસ્ચાર્જ આપવામાં આવશે. ટૂંક સમયમાં જ ભરતસિંહસોલંકીને કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી બાદ તરત કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેથી તેમને હોસ્પિટલમા દાખલ કરાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement