Ahmedabad: અમિત શાહના હસ્તે થશે 1900 કરોડના કાર્યના લોકાર્પણ અને ખાતમુહૂર્ત, મકરબા અન્ડરપાસ મૂકાશે ખુલ્લો
સોમવારે કેન્દ્રિય ગૃહમંત્રી અનેક વિકાસ કાર્યોને ગતિ આપતા ખાતમુહૂર્ત કરશે તો તેમના હસ્તે સ્માર્ટ સ્કૂલ અને મકરબા અન્ડરપાસ પણ ખુલ્લો મૂકાશે, જાણો અન્ય શું છે વિશેષ કાર્યક્રમ
અમદાવાદ:સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 1900 કરોડના કાર્યના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 179 કરોડની કિંમતના 2 મલ્ટી લેવલ પાર્કિંગને અમિત શાહના હસ્તે ખુલ્લા મુકાશે.3.15 કરોડના ખર્ચે મકરબા અન્ડરપાસ ખુલ્લો મુકાશે.109 કરોડના ખર્ચે તૈયાર થયેલા 4 WDS નું અને 38 કરોડના ખર્ચે તૈયાર થયેલા EWS આવાસનું લોકાર્પણ કરવામાં આવશે. 14.30 કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ પણ અમિત શાહને હસ્તે કરાશે.
આ સાથે અન્ય 209 કરોડના કાર્યના ખાતમુહૂર્ત કરવામાં આવશે, 99.50 લાખ ના ખર્ચે તૈયાર થનાર માઈક્રો ટર્નલનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે, ઉપરાંત 27 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરનું પણ ખાતમુહૂર્ત કરશે
14 કરોડના ખર્ચે તૈયાર થનાર કમ્યુનિટી હોલનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે (10 ફેબ્રુઆરી) ના રોજ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા CAA લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને તેને લાગુ કરવામાં આવશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમની પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન, તેમણે દાવો કર્યો હતો કે CAAના અમલીકરણને કોઈ રોકી શકશે નહીં.
પહેલા સમજો કે નાગરિકતા કાયદો CAA શું છે
નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 એ ભારત સરકાર દ્વારા પસાર કરાયેલ એક વિવાદાસ્પદ કાયદો છે. આ કાયદો 31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા છ ધર્મો, હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસીના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપે છે.
એટલે કે, આ કાયદા હેઠળ, ત્રણ પડોશી મુસ્લિમ બહુમતીવાળા દેશોમાંથી આવતા લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે જેઓ 2014 સુધી કોઈને કોઈ અત્યાચારનો ભોગ બનીને ભારતમાં આવીને સ્થાયી થયા હતા. જો કે, મુસ્લિમોને આ જોગવાઈથી દૂર રાખવામાં આવ્યા છે જેના કારણે આ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે.
ત્રણ દેશોમાંથી આવતા વિસ્થાપિત લોકોને નાગરિકતા મેળવવા માટે કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં. કાયદા હેઠળ છ લઘુમતીઓને નાગરિકતા મળતા જ તેમને મૂળભૂત અધિકારો પણ મળી જશે.