શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદીઓ માટે માઠા સમાચાર, AMTS-BRTS બસના ભાડામાં કરવામાં આવ્યો વધારો

અમદાવાદ: શહેરમાં રહેતા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીનો સામનો કરી રહેવા અમદાવાદીઓનું ખિસ્સું વધારે ખાલી થશે. કારણ કે,  તંત્રએ AMTS અને BRTS બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.

અમદાવાદ: શહેરમાં રહેતા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીનો સામનો કરી રહેવા અમદાવાદીઓનું ખિસ્સું વધારે ખાલી થશે. કારણ કે,  તંત્રએ AMTS અને BRTS બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. 1 જુલાઈથી AMTS અને BRTSના ભાવમાં ફેરફાર અમલી બનશે. AMTSમાં ત્રણ કિલોમીટરથી ઓછા અંતર માટે 5 રૂપિયા ભાડું રહેશે. 3થી 5 કિલોમીટરના 10 રૂપિયા,5થી 8 કિલોમીટરના 15 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. 8થી 14 કીલોમીટરના 20 રૂપિયા,14થી 20 કિલોમીટરનો  25 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે 20 કિલોમીટરથી વધુ મુસાફરી માટે 30 રૂપિયા ચૂકવવા પડશે.

તમને જણાવી દઈએ કે, BRTSમાં પણ નવો ભાવવધારો 1 જુલાઈથી અમલી બનશે. તંત્ર દ્વારા 10 વર્ષ બાદ આ ભાવ વધારો કરવામાં આવશે. તો બીજી તરફ AMTSની હવે નવી ખરીદીવાળી બસો AC હશે. આગામી 15 દિવસમાં AMC 100 AC બસ માટે ટેન્ડર બહાર પાડશે. BRTSની નવી બસો માટે પણ 15 દિવસમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. AMC 325 નવી બસો પૈકી 300 ઇલેક્ટ્રિક બસની ખરીદી કરશે. 

અમદાવાદમાં વધુ એક બ્રિજમાં પડ્યા ગાબડાં

અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ગાબડાં પડ્યા હતા. મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં વધુ એક નવા બ્રિજમાં ગાબડાં પડ્યા હતા. અમદાવાદના સનાથલ ઓવરબ્રિજમાં ગાબડા પડ્યા હતા. માર્ચ મહિનામાં જ સનાથલ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું. પરંતુ 3 મહિનાની અંદર બ્રિજ પર ગાબડા પડી ગયા હતા.

96 કરોડના ખર્ચે ઔડાએ 1.38 કિલોમીટર લાંબો બ્રિજ બનાવ્યો હતો.  પરંતુ કેટલાક સ્થળે ગાબડા પડી ગયા તો કેટલાક સ્થળે કપચી ઉખડી ગઈ હતી.  હાલ બ્રિજ પરનો ક્ષતિગ્રસ્ત વિસ્તાર કોર્ડન કરી દેવાયો છે. બ્રિજનો કોન્ટ્રાકટર રચના કન્સ્ટ્રકશન કંપનીને અપાયો હતો. અને પ્રોજેકટ કન્સલ્ટન્ટ એજન્સી તરીકે ડેલ્ફ કન્સલ્ટન્ટ અને કસાડ કન્સલ્ટન્ટને જવાબદારી સોંપવામાં આવી હતી.

અમદાવાદ રાજકોટ હાઇવે ઉપરનો સનાથલ બ્રિજ 33.750 મીટર પહોળાઈ ધરાવે છે.તો પ્રતિદિન નાના મોટા 25 હજાર અને કમર્શિયલ 5 હજાર વાહનોની અવરજવર બ્રિજ ઉપર કરતા હોવાનું નોંધાયું છે. ઔડા દ્ધારા વર્ષ 2020 માં બ્રિજના ટેન્ડરની પ્રક્રિયા કરાઈ હતી જેમાં   બ્રિજનો કોન્ટ્રાકટર રચના કન્સ્ટ્રકશન કંપનીને અપાયો હતો તો  પ્રોજેકટ કન્સલ્ટન્ટ એજન્સી તરીકે ડેલ્ફ કન્સલ્ટન્ટ અને કસાડ કન્સલ્ટન્ટને જવાબદારી સોપાઈ હતી . છેલ્લા એક સપ્તાહથી પડતા વરસાદના પગલે હાલ બ્રિજના ક્ષતિગ્રસ્ત હિસ્સા ઉપર બેરીકેટ કરવામાં આવ્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશVadodara News: વડોદરાના શિનોરમાં સરકારી કર્મચારીઓ અનિયમિત આવતા હોવાથી અરજદારોને હાલાકીBIG News: ભાજપના જ સાંસદે ગરીબોને અપાતા અનાજમાં થતી ભેળસેળનો કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
Embed widget