શોધખોળ કરો

E-Memo: વાહનચાલકો માટે આવ્યા મોટા સમાચાર, હવે ટ્રાફિકના આ 16 નિયમો તોડ્યા તો ઘરે આવી જશે ઈ-મેમો

અમદાવાદ: વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે ટ્રાફિકના 16 નિયમોને લઈ તમારે ઘરે ઈ-મેમો આવશે. તમને જણાવી દઈએ કે, પહેલા માત્ર 3 નિયમોને ઈ-મેમો ઈશ્યુ કરવામાં આવતા હતા.

અમદાવાદ: વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે ટ્રાફિકના 16 નિયમોને લઈ તમારે ઘરે ઈ-મેમો આવશે. તમને જણાવી દઈએ કે, પહેલા માત્ર 3 નિયમોને ઈ-મેમો ઈશ્યુ કરવામાં આવતા હતા. જો કે, હવે નિયમોનું ઉલ્લંઘન કરતા ચાલકોને પાઠ ભણાવવા તંત્ર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે. 

ક્યા ક્યા મામલે મળશે ઈ મેમો

નિયમ કરતા વધારે વાહનોની સ્પીડ હશે તો ઈ-મેમો

નો-પાર્કિગ ઝોનમાં પાર્કિગ હશે તો આવશે ઈ-મેમો

ટુ-વ્હીલર પર 2થી વધુ લોકો સવાર હશે તો ઈ-મેમો

HSRP વિનાની નંબરપ્લેટ વાળા વાહનોને ઈ-મેમો

ડ્રાઈવિંગ સમયે ફોન પર વાત કરતા હશો તો ઈ-મેમો

આગ ઓકતી ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર

 ગરમીને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, ધીરે ધીરે ગરમીનો પારો વધી રહ્યો છે. જેથી આગામી સમયમાં લોકોએ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. ફ્રેબ્રુઆરીમાં જ આભમાંથી અગન જવાળા વર્ષી રહી છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ અત્યારથી જ ગરમીથી બચવા લોકો અલગ અલગ નુસખાઓ અજમાવી રહ્યા છે. છાશ અને લસ્સી જેવા પીણાનો સહારો લઈ રહ્યા છે. ફેબ્રુઆરીથી તાપમાન ઉંચકાતા ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ફેબ્રુઆરીમાં જ એપ્રિલ જેવી ગરમીનો સામનો કરવા મજબૂર બન્યા છે લોકો. તમને જણાવી દઈએ કે, અમદાવાદનું આજનું કાપમાન  38 ડિગ્રી નોંધાયું છે.

ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં પોક્સો હેઠળ 14,522 ગુના નોંધાયા

આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકારની નીતિ ઉપર સવાલ ઉઠાવતા, લોકસભાના ચોંકાવનારા આંકડા સાથે સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો. લોકસભામાં પ્રસ્તુત આંકડા પ્રમાણે પોકસો કાયદા હેઠળ ગુજરાતમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૨૧ દરમિયાન ૧૪,૫૨૨ કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૧૪થી ૨૦૨૧ સુધીમાં પોકસો કેસમાં ૩૯૮.૫% નો વધારો થયો છે. વર્ષ ૨૦૧૪માં પોકસો હેઠળ ૬૧૩ ગુના નોંધાયા હતા. જેમાં ૫ કેસોમાં સજા પડેલ હતી. 

* છેલ્લા આઠ વર્ષ માં ગુજરાત પોકસો (POCSO) કાયદા હેઠળ ગુના નોંધાવાના દરમાં ૩૯૮.૫% નો વધારો.
* છેલ્લા આઠ વર્ષ માં ગુજરાત રાજ્ય માં પોક્સો હેઠળ ૧૪,૫૨૨ ગુના નોંધાયા.
* છેલ્લા આઠ વર્ષ માં નાની બાળકીઓ ઉપર થયેલા દુષ્કર્મો ના ગુનાઓમાં સજા અપાવવાનો દર (conviction rate) માત્ર ૧.૫૯%
* ૧૪,૫૨૨ પોકસો કેસમાં ૨૩૧ કેસ માં જ ગુના પુરવાર થઈ શક્યા.
* ગુજરાત રાજ્ય માં આઠ વર્ષ માં ૧૨,૬૪૭ કેસ પેન્ડિંગ.

વર્ષ  ૨૦૧૫મા પોક્સો હેઠળ ૧૬૦૯ ગુના નોંધાયા હતા, જેમાં ૮ કેસમાં સજા પડેલ હતી. વર્ષ ૨૦૧૬મા પોકસો હેઠળ ૧૪૦૮ ગુના નોંધાયા હતા, જેમાં ૫ કેસમાં સજા પડેલ હતી. વર્ષ ૨૦૧૭મા પોકસો હેઠળ ૧૬૯૭ ગુના નોંધાયા હતા , જેમાં ૧૨ કેસમાં સજા પડેલ હતી. વર્ષ ૨૦૧૮મા ૨૧૫૪ કેસ નોંધાયા, જેમાં ૩૩ કેસમા સજા થયેલ હતી. વર્ષ ૨૦૧૯મા ૨૨૫૩ પોકસો કેસમા ૭૪ કેસ, વર્ષ ૨૦૨૦મા ૨૩૪૫ પોકસો કેસમા ૨૩ કેસમાં અને વર્ષ ૨૦૨૧મા પોકસો કેસમા ૭૧ કેસમાં સજા થયેલ હતી. ગુજરાત રાજ્યમાં પોકસો હેઠળ ૧૪,૫૨૨ ગુનામાં ૨૩૧ કેસમાં (conviction) ગુનો પુરવાર થઈ શક્યા હતા. ગુજરાત રાજ્યમાં પોકસો કેસમાં સજા દર માત્ર ૧.૫૯% છે તે આંકડાકીય માહિતીથી જાણવા મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget