શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ડાંગ પછી કયા 3 જિલ્લા ગમે ત્યારે થઈ શકે છે કોરોનામુક્ત? જાણો શું છે કારણ?
ગુજરાતમાં હાલ, ડાંગ જિલ્લો એકમાત્ર કોરોનામુક્ત છે. હવે તાપી, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે.
અમદાવાદઃ ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, બીજી તરફ મોટી સંખ્યામાં લોકો કોરોનાને મ્હાત પણ આપી રહ્યા છે, ત્યારે હવે ગુજરાતમાં 3 જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. આ જિલ્લાઓમાં તાપી, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, આ જિલ્લામાં 5 કરતાં ઓછા કોરોનાના એક્ટિવ કેસો છે.
આ જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં એક જ એક્ટિવ કેસ છે. આ પછી પોરબંદરમાં 2 એક્ટિવ કેસ છે. પોરબંદરમાં અગાઉ 10 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે 2 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના 4 એક્ટિવ કેસો છે. અગાઉ 15 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ એક વ્યક્તિનું મોત થયું છે.
આ ત્રણ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી એક પણ નવો કોરોનાનો કેસ નોંધાયો નથી. ત્યારે આ જિલ્લાઓ હવે કોરોનામુક્ત થવાની સંભાવના વધી ગઈ છે. ગુજરાતમાં હાલ, ડાંગ જિલ્લો એકમાત્ર કોરોનામુક્ત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement