(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત હાઈકોર્ટે LRD અને PSIની ભરતી પરીક્ષા મુદ્દે આપ્યો મોટો ચુકાદો, હજારો યુવાનોને મળી મોટી રાહત
અરજદારોએ 2021માં LRD રિક્રુટમેન્ટ બોર્ડ અને પી.એસ.આઇ. રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા શારીરિક માપણીમાં ભૂલ થયાનો આરોપ લગાવ્યો હતો. ઓક્ટોબર 2021માં શારીરિક માપણીમાં ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
અમદાવાદઃ ઓક્ટોબર 2021માં એલઆરડી અને પીએસઆઈની પરીક્ષા આપનાર ઉમેદવારોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં અરજદારોએ 2021માં એલઆરડી રિક્રુટમેન્ટ બોર્ડ અને પી.એસ.આઇ. રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા શારીરિક માપણીમાં ભૂલ થયાનો આરોપ લગાવ્યો હતો. ઓક્ટોબર 2021માં શારીરિક માપણીમાં ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
2019માં ભરતી દરમિયાન આ જ ઉમેદવારોને શારીરિક માપણીમાં યોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. શારીરિક માપણીના પરિણામમાં આ પ્રકારના વિરોધાભાસને લઈને ઉમેદવારોએ કોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે રાજ્ય સરકાર અને બોર્ડને આદેશ કર્યો છે. હાઈકોર્ટે ઉમેદવારોની શારીરિક માપણીમાં હાઈટ રિમેજરમેન્ટનો રિપોર્ટ રજુ કરવા આદેશ કર્યો છે.
હાઈકોર્ટે તમામ ૧૦ ઉમેદવારોની ઉંચાઇ સોલા સિવિલ હોસ્પિટલમાં ફરીથી કરાવવાનો બોર્ડ અને રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે. હાઈ કોર્ટે એમ પણ ટાંકયું કે, જો ઉમેદવારોની શારીરિક માપણી યોગ્ય જણાશે તો તેઓ લેખિત પરીક્ષામાં બેસવાનો અધિકાર ધરાવશે. આગામી સુનાવણીમાં હાઇકોર્ટ તમામ તથ્યોના આધારે આ અરજી ઉપર નિર્ણય લઈ શકે છે.
કોરોના સંક્રમણ વધતા અમદાવાદ કોર્પોરેશન આવ્યું હરકતમાં, શું લેવાયો મોટો નિર્ણય?
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ પીક પકડી છે અને દૈનિક કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે, એમાં પણ સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદ શહેરમાં છે. વધતાં કોરોનાના કેસોને પગલે શહેરમાં કોરોનાના ટેસ્ટમાં આજથી વધારો કરાશે. એક દિવસમાં 15 હજાર ટેસ્ટિંગ ઉપર ભાર મુકાશે. બંધ કરેલા ડોમ AMC દ્વારા ફરી શરૂ કરવામાં આવ્યા છે.
વસ્ત્રાપુર તળાવ, ફલાયઓવર બ્રિજ, AMTS અને BRTS ટર્મિનસ ઉપર ડોમ ઉભા કરાયા છે. નવા પશ્ચિમઝોનમાં જ 12 નવા ડોમ ઉભા કરવામાં આવ્યા છે. સીએમ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ AMC દ્વારા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને કન્ટેનમેન્ટ ઝોનની સ્થિતિ ઉપર નજર રખાશે. ડોમની અંદર વેક્સીન માટેની વ્યવસ્થા અને એન્ટીજન ટેસ્ટ માટેની પણ વ્યવસ્થા શરૂ કરાશે.