શોધખોળ કરો
ગુજરાત કોંગ્રેસના કયા બે દિગ્ગજ નેતાએ કલમ 370 રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું કર્યુ સમર્થન, નામ જાણીને ચોંકી જશો
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને હાર્દિક પટેલે પણ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
અમદાવાદઃ કેન્દ્ર સરકારે ઐતિહાસિક ફેંસલો લેતા કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને મળનારા વિશેષ રાજ્યના દરજજાને ખતમ કરી દીધો છે. મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો છે. હવે લદ્દાખ અલગ રાજ્ય બનશે. આ સાથે જ અમિત શાહે બંને રાજ્યોને કેન્દ્ર શાસિત બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. સરકારે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનનું બિલ રજૂ કર્યું હતું. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ અલગ કરી દેવામાં આવ્યું છે. લદ્દાખને વિધાનસભા વગરના કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે. ઠેરઠેર લોકોએ ફટાકડા ફોડી અને મીઠાઇ વહેંચી સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. ગુજરાત કોંગ્રેસમાંથી બે નેતાઓ દ્વારા પણ કલમ 370 દુર કરવાના નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને હાર્દિક પટેલે પણ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. બંને પાટીદાર નેતા સરકારના નિર્ણયનું સમર્થન કરવામાં આવતા આવનારા દિવસોમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઘટના આકાર લે તેવી શક્યતા નકારી શકાય નહીં.
#Article370: અડવાણીએ મોદી-શાહને અભિનંદન આપી કહી આ મોટી વાત, જાણો વિગતે
મોદીના ‘મન કી બાત’ની જેમ રૂપાણી કરશે ‘મનની મોકળાશ’, જાણો ક્યારે અને કઈ જગ્યાએ યોજાશે કાર્યક્રમ
જમ્મુ-કાશ્મીરમાં હવે ભારતનો કોઈપણ નાગરિક મિલકત ખરીદી શકશે, થશે આ 10 મોટા બદલાવ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement