AAP : અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયા બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે, જાણો હવે કઈ ગેરેન્ટી આપશે
Arvind Kejriwal and Manish Sisodia : દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને દિલ્લીના નાયબ મુખ્યપ્રધાન તેમજ શિક્ષણપ્રધાન મનીષ સીસોદીયા ગુજરાત આવી રહ્યા છે.
AHMEDABAD : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની જાણતાને વધુ એક ગેરન્ટી આપશે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને દિલ્લીના નાયબ મુખ્યપ્રધાન તેમજ શિક્ષણપ્રધાન મનીષ સીસોદીયા 22 અને 23 ઓગસ્ટ અમે બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આ દરમિયાન બંને નેતાઓ ગુજરાતમાં આરોગ્ય અને શિક્ષણ માટેની ગેરેન્ટી આપશે. આ સાથે યુવાનો સાથે સંવાદ પણ કરશે. આ અંગે ટ્વીટમાં અરવિંદ કેજરીવાલે લખ્યું છે -
“સોમવારે મનીષજી અને હું બે દિવસ માટે ગુજરાત જઈશું - શિક્ષણ અને આરોગ્યની ગેરન્ટી આપવા. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ સારી શાળાઓ, સારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સ હશે. દરેક વ્યક્તિને મફત સારું શિક્ષણ અને સારી સારવાર મળશે. લોકોને રાહત થશે. યુવાનો સાથે પણ સંવાદ કરીશું.”
सोमवार को मैं और मनीष जी दो दिन के लिए गुजरात जाएँगे - शिक्षा और स्वास्थ्य की गारंटी देने। दिल्ली की तरह गुजरात में भी अच्छे स्कूल, अच्छे अस्पताल और मोहल्ला क्लिनिक बनाएँगे। सबको अच्छी शिक्षा और अच्छा इलाज मुफ़्त मिलेगा। लोगों को खूब राहत मिलेगी
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 20, 2022
युवाओं से भी संवाद करेंगे
મનીષ સિસોદિયા ગુજરાતના લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરશે: ગોપાલ ઇટાલિયા
આમ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતી કે અરવિંદ કેજરીવાલજ અને મનીષ સિસોદિયાને બદનામ કરવા માટે ભાજપ દ્વારા CBIની રેડ પાડવામાં આવી છે. મનીષ સિસોદિયાજી આવનારા દિવસોમાં ગુજરાતમાં આવશે અને ગુજરાતના લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરશે. ગુજરાતમાં ભાજપને ડર લાગવાથી દિલ્હીમાં ભાજપ દ્વારા મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીને હેરાન કરવામાં આવે છે
આખા દેશમાંથી, ગુજરાતમાંથી અરવિંદ કેજરીવાલજીને આવકાર મળવા લાગ્યો એટલે ભાજપવાળા ફફડી ઉઠ્યા છે.
પહેલા ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસએ મળીને મજા કરી છે પણ હવે ઈમાનદાર આમ આદમી પાર્ટીના આવવાથી ભાજપને કઈ હારી જવાનો અને કઈ ગુમાવી દેવાનો ડર છે.
ગુજરાતમાં દર વર્ષે ગેરકાયદેસર 20,000 કરોડનો દારૂ વેચવામાં આવે છે તો એની પણ CBI તપાસ થવી જોઇએ. આમ આદમી પાર્ટી મુદ્દાની રાજનીતિ કરે છે જેનો ભાજપ વાળા પાસે તેનો જવાબ નથી.
અમે ભાજપના આવા કાયરતાપૂર્ણ કૃત્યથી ડરતા નથી, અમે એનો સામનો કરીશું.
જે દિવસે દુનિયાભરના લોકોએ અને ન્યૂયોર્ક ટાઈમ્સે દિલ્હીની સરકારી શાળાના વખાણ કર્યા એ જ દિવસે મનીષ સિસોદિયાના ઘરે CBI મોકલવામાં આવી. મનીષ સિસોદિયાના ઘરે CBI તપાસ, જો રાજકીય મતભાવનાથી પ્રેરિત હોય તો તે ખોટું છે.
અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત છાપામાં ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ની અંદર ફ્રન્ટ પેજમાં દિલ્હીના શિક્ષણ મોડલની આખી કવર સ્ટોરી છપાઈ. મનીષ સિસોદિયાનો ફોટો અને દિલ્હીની સરકારી શાળાઓનો ફોટો અમેરિકાના પ્રતિષ્ઠિત અખબારમાં છપાયો.
દુનિયાના સૌથી મોટા છાપાની અંદર દિલ્હીની સરકારી શાળા વિશે છપાયું, તે વાતથી ખુશ થવાના બદલે ભાજપના પેટમાં તેલ રેડાયું છે.
જો ભારત પછી આઝાદ થયેલા દેશ ભારત કરતાં પણ વધુ સમૃદ્ધ અને સક્ષમ બની શકતા હોય તો ભારત વિશ્વનો નંબર વન દેશ કેમ ન બન્યો?