શોધખોળ કરો

Arvind Kejriwal Gujarat Visit: કેજરીવાલે ફરી આપી 5 નવી ગેરેન્ટી, હોસ્પિટલમાં નહીં આપવો પડે એક પણ રૂપિયો

Arvind Kejriwal Gujarat Visit: જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી સક્રિય બની રહી છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે છે.

Arvind Kejriwal Gujarat Visit: જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી સક્રિય બની રહી છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ જ્યારે જ્યારે ગુજરાતમાં આવ્યા છે ત્યારે મોટી મોટી જાહેરાતો કરી છે ત્યારે આજે શિક્ષણ અને સ્વાસ્થ્ય અંગે ગેરંટી આપી છે.  જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી તો દિલ્હીની જેમ અહીં પણ આપના પરિવારને નિ: શુલ્ક આરોગ્યની સુવિધા, નિશુલ્ક વીજળી ટ્રાન્સપોર્ટેશન પાણી શિક્ષણ આપશે.  તેમણે કહ્યું કે, દિલ્હીમાં ₹12,00,000 લોકોને રોજગારી આપી છે.

1. દરેક નાગરિક માટે નિઃશુલ્ક અને શ્રેષ્ઠ સારવારની સુવિધા
2. તમામ દવાઓ, ટેસ્ટ અને ઓપરેશન નિઃશુલ્ક 
3. દરેક ગામ અને વોર્ડમાં મોહલ્લા ક્લિનિક
4. દરેક સરકારી હોસ્પિટલને શાનદાર બનાવવામાં આવશે, નવી સરકારી હોસ્પિટલો ખોલીશું
5. રોડ એક્સિડન્ટના તમામ દર્દીઓને સમગ્ર ગુજરાતમાં નિઃશુલ્ક સારવાર

જાણો મનિષ સિસોદિયાએ ગુજરાતમાં શું કરી મોટી જાહેરાત
 ‘આપ’ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવ્યા છે. સાથે દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયા પણ ઉપસ્થિત છે. હાલમાં મનિષ સિસોદિયા પર ભાજપ દ્વારા અનેક આરોપ લગાવામાં આવી રહ્યા હોવાથી બધાની નજર મનિષ સિસોદિયાના નિવેદન પર હતી. 

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, ભારતને મજબૂત અને નંબર વન બનાવવા માટે સારા શિક્ષણની જરૂર છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં સારા શિક્ષણની વ્યવસ્થા કરી છે. પંજાબમાં પણ હવે સારા શિક્ષણ વ્યવસ્થાની શરૂઆત થઈ છે. ગુજરાતના દરેક બાળકનો સારા શિક્ષણનો અધિકાર છે. અમે ગુજરાતમાં જન્મનાર દરેક બાળક માટે શિક્ષણની સારી વ્યવસ્થા ઉભી કરીશું. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલને એક મોકો આપો. આપની સરકાર બન્યા બાદ ફ્રી અને શાનદાર શિક્ષણ વ્યવસ્થા ઉભી કરીશું. શિક્ષકોની જગ્યા તાત્કાલિક અસરથી ભરવામાં આવશે.
એકપણ શાળામાં શિક્ષકોની જગ્યા ખાલી નહિ રહે. ખાનગી શાળાઓને ફ્રી વધારો નહિ કરવા દઈએ.

AAP તોડી ભાજપમાં આવી જાવ
Delhi Excise Policy Row:  દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે તેમને ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી મેસેજ મળ્યો છે. તેમણે એક ટ્વિટમાં દાવો કર્યો છે કે ભાજપે તેમને AAP તોડીને પાર્ટીમાં સામેલ થવાની ઓફર કરી હતી. ટ્વીટમાં સિસોદિયાએ દાવો કર્યો છે કે બીજેપીએ તેમને મોકલેલા મેસેજમાં કહ્યુ હતું કે જો તેઓ આમ કરશે તો CBI-EDના કેસ બંધ કરી દેવામાં આવશે.

AAP નેતાએ ટ્વીટ કર્યું હતું કે મને ભાજપનો મેસેજ મળ્યો છે. "AAP" તોડો અને ભાજપમાં જોડાઓ, CBI EDના તમામ કેસ બંધ કરાવી દેવાશે. ભાજપને મારો જવાબ- હું મહારાણા પ્રતાપનો વંશજ છું. હું રાજપૂત છું, માથુ કપાવી દઇશ. પરંતુ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશ નહીં. મારી સામેના તમામ કેસ ખોટા છે. તમારે જે કરવું હોય તે કરો.

Arvind Kejriwal Gujarat Visit: કેજરીવાલે ફરી આપી 5 નવી ગેરેન્ટી, હોસ્પિટલમાં નહીં આપવો પડે એક પણ રૂપિયો

AAP નેતાએ આ દાવો એવા સમયે કર્યો છે જ્યારે દિલ્હીમાં નવી એક્સાઈઝ પોલિસીના સંબંધમાં તેમની વિરુદ્ધ સીબીઆઇ તપાસ ચાલી રહી છે. તે આ કથિત કૌભાંડમાં મુખ્ય આરોપી છે. સીબીઆઈએ આ કેસમાં લગભગ 13 સ્થળો પર દરોડા પાડ્યા અને ઘણા દસ્તાવેજો જપ્ત કર્યા હતા. ભાજપનો દાવો છે કે આ એક્સાઈઝ પોલિસી દ્વારા આમ આદમી પાર્ટીને તેના નજીકના લોકોને ફાયદો થયો, જેના કારણે દિલ્હી સરકારને આર્થિક નુકસાન થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget