શોધખોળ કરો
અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું કોરોનાથી મોત, જાણો વિગત
અમદાવાદ પોલીસ હેડ ક્વોટર્સમાં ફરજ બજાવતા એએસઆઈનું મોત થયું છે. અમદાવાદમાં કોરોનાના કારણે બે પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યો છે.

અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ અમદાવાદમાં મૃત્યુનો આંક પણ વધુ છે, ત્યારે આજે કોરોનાથી એક પોલીસકર્મીનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસ હેડ ક્વોટર્સમાં ફરજ બજાવતા એએસઆઈનું મોત થયું છે. અમદાવાદમાં કોરોનાના કારણે બે પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યો છે. નોંધનીય છે કે, અમદાવાદમાં કોરોનાથી મૃત્યુનો આંક ગુજરાતમાં સૌથી વધુ છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાથી 576 લોકોના મોત થઈ ચૂક્યા છે. અખબારી યાદી પ્રમાણે ગઈ કાલે ગુજરાતમાં કોરોનાથી 25 લોકોના મોત થયા હતા, જેમાંથી માત્ર અમદાવાદમાં જ 21 લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાથી 719 લોકોના મોત થયા છે.
વધુ વાંચો





















