શોધખોળ કરો
અમદાવાદમાં પોલીસ પર હુમલો, એક શખ્સ કારમાં ઘાતક હથિયાર લઈ......
મોડી રાતે બનેલી ઘટનામાં ઘાયલ પોલીસકર્મીને સારવાર માટે જીવરાજ હોસ્પિટલ લઈ જવાયો હતો.

અમદાવાદના જુહાપુરામાં આવેલ ફતેવાડી નજીક એક શખ્સ કારમાં ઘાતક હથિયાર લઈ જવાની પોલીસને બાતમી મળી હતી. જેને લઈને પોલીસે આરોપીની કારને રોકવાનો પ્રયાસ કરતા આરોપીએ પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક પોલીસ કોંસ્ટેબલ ઈજાગ્રસ્ત થયો હતો. મોડી રાતે બનેલી ઘટનામાં ઘાયલ પોલીસકર્મીને સારવાર માટે જીવરાજ હોસ્પિટલ લઈ જવાયો હતો. વધુ તપાસ કરતા વેજલપુર પોલીસે જણાવ્યુ કે અમીન મારવાડી નામનો શખ્સો પોતાની કારમાં એક દેશી રિવોલ્વર, તલવાર સહિતના ઘાતક હથિયાર લઈને નિકળ્યો હતો. આરોપીની ગાડીની નંબર પ્લેટની ઉપર ભાજપના હોદ્દેદારની પ્લેટ પણ લગાવવામાં આવી હતી. જો કે હાલ સુધી આરોપી ભાજપનો હોદ્દેદાર છે કે નહી તેની પુષ્ટી થઈ નથી. હાલ તો વેજલપુર પોલીસે ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















