ભાવનગરના નવા મેયર અને ડેપ્યુટી મેયર પદે કોના નામની કરાઈ જાહેરાત? કોને બનાવાયા પક્ષના નેતા?
ભાવનગરના મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચમેરન તરીકે ધીરુભાઈ ધામેલીયા, પક્ષના નેતા તરીકે બુધાભાઈ ગોહિલ અને દંડક તરીકે પંકજસિહ ગોહિલની વરણી કરવામાં આવી છે.
અમદાવાદઃ આજે અમદાવાદ પછી ભાવનગર કોર્પોરેશનના નવા મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગરના મેયર તરીકે કીર્તિબેન દાણીધારીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહના નામની જાહેરાત કરવામાં આવી છે.
ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચમેરન તરીકે ધીરુભાઈ ધામેલીયા, પક્ષના નેતા તરીકે બુધાભાઈ ગોહિલ અને દંડક તરીકે પંકજસિહ ગોહિલની વરણી કરવામાં આવી છે. ભાવનગરમાં હજુ સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની વરણી થશે. મનપામાં અત્યાર સુધીમાં 20 મેયર ચૂંટાયા છે, 21માં મેયરની વરણી થશે. મેયર પદ માટે કીર્તિબેન દાણીધારીયાની વરણી કરવામાં આવી છે.
આજે અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર તરીકે ગીતા પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હિતેશ બારોટના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના 41માં મેયરની વરણી કરવામાં આવી છે. અમદાવાદના મેયર કિરીટ પરમાર ઠક્કરબાપાનગર વોર્ડના કાઉન્સિલર છે. જ્યારે ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ નારાયણપુરા વોર્ડના કાઉન્સિલર છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટ થલતેજના કાઉન્સિલર છે. આ ઉપરાંત અમદાવાદ મનપામાં ભાજપના દંડક તરીકે અરૂણસિંહ રાજપૂતની વરણી કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનમાં પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે.