શોધખોળ કરો
અમદાવાદઃ દેશી દારૂની પોટલી લઈ જતાં યુવકે બેરિકેટ સાથે અથડાવ્યું બાઇક, ઘટનાસ્થળે જ મોત
દારૂની પોટલીઓ લઈને જઈ રહેલું બાઇક નવા બની રહેલા બ્રીજના બેરિકેટ સાથે અથડાતા ચાલકનું મોત. જ્યારે એકને ગંભીર ઇજા પહોંચી.

અમદાવાદઃ શાંતિપુરાથી બોપલ જતાં નવા બ્રિજ પાસે બાઈક બેરિકેટ સાથે અથડાતા યુવકનું મોત થયું છે. યુવક દારૂની પોટલી લઈને જઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે પાછળ બેઠેલા યુવકને ગંબીર ઇજા પહોંચી છે. ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જોકે, બાઇક ચાલક પાસેથી દેશી દારૂની પોટલીઓ હોવાથી એની તપાસ પોલીસે શરૂ કરી છે.
વધુ વાંચો





















