શોધખોળ કરો
અમદાવાદમાં ભાજપનાં મહિલા નેતાના પતિ પર કાર ચડાવી બુટલેગરે કર્યો હત્યાનો પ્રયાસ , જાણો શું છે કારણ ?
અમદાવાદના વિવેકાનંદનગરમાં રહેતા બીજેપીના પૂર્વ મહામંત્રીને બુટલેગરે કાર ચઢાવી મારી નાખવાનો પ્રયાસ કરવા અંગે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી

પ્રતિકાત્મક તસવીર
અમદાવાદના વિવેકાનંદનગરમાં રહેતા બીજેપીના પૂર્વ મહામંત્રીને બુટલેગરે કાર ચઢાવી મારી નાખવાનો પ્રયાસ કરવા અંગે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાથીજણ વિવેકાનંદનગર ખાતે રહેતા અને જમીન દલાલીનું કામ કરતા અનિલ પટેલે રામોલ વોર્ડના બીજેપીના પૂર્વ મહામંત્રી હતાં તેમની પત્ની પૂર્વ કોર્પોરેટર હતા. 8 જૂને અનિલભાઈની પત્નીને પેટમાં દુખાવો થતાં હોવાથી તે અને તેમના પડોસી બ્રિજેશ પરમાર રાત્રે 10 વાગે મેડિકલમાં દવા લેવા માટે ચાલતાં નીકળ્યા હતા. સેક્ટર 4 પાસે પહોંચ્યા હતા તે સમયે પાછળથી આવતી ક્રેટા કારે પૂરઝડપે ટક્કર મારતાં તેઓ હવામાં ફંગોળાઈ ગયા હતા. કાર ચઢાવ્યા બાદ કાર ચાલક ઉભો રહ્યો નહતો. ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ પર કાર ચઢાવી મારી નાખવાની કોશિશ કરવામાં આવી છે. ઠપકો આપતાં ઉશ્કેરાયેલા બુટલેઘરે જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. રામોલ વોર્ડના ભાજપના પૂર્વ મહામંત્રી અનિલ પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. કાર બારેજડી ખાતે રહેતા બુટલેગર શીતલ રાજપૂત ચલાવતો હતો. આમ વ્યાજનો ધંધો કરતા શિતલને એક યુવકને પરેશાન કરતો હોવાથી ઠપકો આપ્યો હતો. તેની અદાવત કે પછી અન્ય કારણે તેના પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ જિલ્લામાં એલસીબી સહિતની પોલીસની ઢીલી નીતિના કારણે જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે.
વધુ વાંચો





















