શોધખોળ કરો

દેવદૂત બન્યા બોપલ PI બી. ટી. ગોહિલ,  3 જીંદગી બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

દેવદર્શન એપાર્ટમેન્ટ નજીક પેટ્રોલિંગ દરમિયાન બોપલ પોલીસને રસ્તા પર કંઈક અજીબ લાગ્યું હતું.  રસ્તા પર એક સ્ત્રી બેસીને આક્રંદ કરી રહી હતી.

અમદાવાદ:  પોલીસ એ પ્રજાના સાચા સેવક છે આ વાક્યને સાર્થક કર્યું છે બોપલ પોલીસ ઈન્સપેક્ટર બી.ટી.  ગોહિલે.   અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે લગભગ 2 વાગ્યે  એક ચોંકાવનારી ઘટના બની હતી.  દેવદર્શન એપાર્ટમેન્ટ નજીક પેટ્રોલિંગ દરમિયાન બોપલ પોલીસને રસ્તા પર કંઈક અજીબ લાગ્યું હતું.  રસ્તા પર એક સ્ત્રી બેસીને આક્રંદ કરી રહી હતી. તેની બાજુમાં અંદાજે 11 વર્ષનો દીકરો પણ રડી રહ્યો હતો. પત્નીના ખોળામાં પતિ બેભાન હાલતમાં પડ્યા હતા. આ દ્રશ્ય અત્યંત કરુણ લાગતું હતું. આ કરુણ દ્રશ્ય પોલીસ અધિકારીના હૃદયને સ્પર્શી ગયું હતું.  

તાત્કાલિક સારવાર આપી પોલીસે સરાહનીય કામગીરી કરી

રસ્તા પર બેસી આક્રંદ કરતા સ્ત્રીની પાસે જવાથી જાણવા મળ્યું કે,   ઘરમાં ઝગડો થતા પતિ-પત્નીએ ઝેર પીધું હતું. બાળક નાનપણને કારણે કંઈ સમજતો નહોતો ફક્ત મદદ માટે વિનંતી કરી રહ્યો હતો. એક ક્ષણ પણ ન ગુમાવતાં  આ બાહોશ પોલીસ અધિકારીએ તાત્કાલિક કામગીરીમાં લાગી ગયા.  પોલીસ ઈન્સપેક્ટર બી.ટી.  ગોહિલે બેભાન પતિના મોંઢામાં આંગળી નાખી તેમને ઉલ્ટી કરાવી. વારંવાર પ્રયત્નો કર્યા કે ઝેર બહાર કાઢવામાં આવે ત્યાં સુધી. આ જ જીવ બચાવવાની પ્રક્રિયા પત્ની માટે પણ તેમણે કરી હતી. પત્ની બેભાન થવાની કગાર પર હતી તે પહેલા જ મોંઢામાં આંગળીઓ નાખી તેને પણ ઝેર બહાર કાઢવાના પ્રયત્નો કર્યા હતા. 

દેવદૂત બન્યા બોપલ PI બી. ટી. ગોહિલ,  3 જીંદગી બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

હોસ્પિટલમાં વધુ સારવાર માટે લાવવામાં આવ્યા

બાદમાં બોપલ પોલીસ ઈન્સપેક્ટર બી.ટી.  ગોહિલ આ દંપતિને લઈ તાત્કાલિક વકીલ સાહેબ બ્રિજ નજીકની સરસ્વતી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લાવ્યા હતા. આ દરમિયાન તેમના નાનકડા દીકરાને પણ સાથે લઈ જવામાં આવ્યો અને તેને ધીરજ અપાઈ, ખાવા-પીવાનું આપ્યું અને વિશ્વાસ અપાયો કે તેના માતા-પિતા સલામત રહેશે.

હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા બાદમાં ખાતરી આપવામાં આવી કે દંપતી હવે સુરક્ષિત છે. પરિવારજનોએ આ બાહોશ પોલીસ અધિકારીનો આભાર માન્યો હતો.  પોલીસ ઈન્સપેક્ટર બી.ટી.  ગોહિલ  દ્વારા લેવામાં આવેલા આ ઝડપી નિર્ણય અને માનવતાભર્યા વર્તનથી ત્રણ કિંમતી જીંદગીઓ બચી ગઈ હતી.

બોપલ પોલીસે 3 જીંદગી બચાવતા જિલ્લા પોલીસવડાએ કામગીરી બિરદાવી  

આ રાત્રિએ બોપલ પોલીસે ન  માત્ર ફરજ બજાવી,  પરંતુ માનવ જીવન બચાવવાનો હૃદયથી પ્રયત્ન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસવડા ઓમપ્રકાશ જાટ દ્વારા બોપલ પોલીસની આ સરાહનીય કામગીરીને પણ બિરદાવવામાં આવી છે.  

પોલીસનો પ્રજા સાથે વ્યવહાર મૈત્રીપૂર્ણ રહે તથા પોલીસ અને પ્રજા વચ્ચે સતત સંવાદ સધાય તો જ પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્ર સાર્થક બને. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હોય, ગુનાખોરીની ઘટનાઓ હોય કે કુદરતી આફતો અથવા મહામારીના સમયમાં પણ  પોલીસ હંમેશાં પ્રજાજનોની પડખે સતત ઊભી રહી તેમની મદદે તત્પર રહે છે. પોલીસના આ માનવીય ચહેરાના કારણે નાગરિકો પોલીસને આદર અને સન્માનની નજરે જુએ  છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
Advertisement

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
15 હજાર ફૂટની ઉંચાઈએ પ્લેનની ટેલમાં ફસાયો સ્કાયડાઇવર,જુઓ સમગ્ર ઘટનાનો દિલધડક વીડિયો
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
નવા લેબર કોડથી બદલાશે તમારી સેલેરી ? PF, ગ્રેચ્યુટીથી લઈ પગાર સુધી થયા બદલાવ, જાણો ડિટેલ્સ 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
રાશનકાર્ડ ધારકોએ ઝડપથી કરવું જોઈએ આ કામ, મફત રાશન મેળવવામાં થઈ શકે છે મુશ્કેલી 
Embed widget