શોધખોળ કરો

'બોસ ઈઝ ઓલ્વેઝ રાઈટ બીકોઝ હી ઈઝ બોસ', ભાજપના ક્યા ટોચના નેતાએ C.R.ના ટિકિટો અંગેના નિયમો પર કટાક્ષ કર્યો ?

ભાવુક થયેલા પૂર્વ મેયરે કહ્યું, બોસ ઇઝ ઓલવેઇઝ રાઇટ, બીકોઇ હી ઇજ બોસ. મારી પાર્ટી જે નિર્ણય લે તે માન્ય રાખવો પડે. પાર્ટી જે પણ કહે તેને અમે ફોલો કરીશું.

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ ઉમેદવારોના માપદંડ નક્કી કરાયા છે. પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું છે. 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓને ટિકિટ નહીં અપાય. તેમજ ત્રણ ટર્મથી ચૂંટાનાર સભ્યોને ટીકિટ નહીં અપાય. એટલું જ નહીં, હોદ્દેદારો અને આગેવાનોના કોઇ સગાને પણ ટીકિટ નહીં મળે. ત્યારે હવે અમદાવાદ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મેયર અમિત શાહે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. ભાવુક થયેલા પૂર્વ મેયરે કહ્યું, બોસ ઇઝ ઓલવેઇઝ રાઇટ, બીકોઇ હી ઇજ બોસ. મારી પાર્ટી જે નિર્ણય લે તે માન્ય રાખવો પડે. પાર્ટી જે પણ કહે તેને અમે ફોલો કરીશું. તેમણે પોતાના પુત્ર સની શાહે માંગેલી ટિકિટ મુદ્દે પણ નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે, મારો પુત્ર 13 વર્ષથી પાર્ટીમાં કામ કરે છે, તેનો પણ હક્ક બને છે ટિકિટનો. અમદાવાદના પૂર્વ મેયર અમિત શાહે જણાવ્યું હતું કે, અમારા પક્ષમાં સામૂહિક નિર્ણયની પ્રક્રિયા છે. એટલે પાર્ટીના વડીલોએ ભેગા થઈને આ નિર્ણય લીધો હશે, જે અમને શિરોમાન્ય છે. વ્યક્તિગત હું પાર્ટીના પોસ્ટર-બેનર લગાવતા કાર્યકરથી મને પાર્ટીએ શહેર પ્રમુખ, મેયર, એએમટીએસના ચેરમેન, વિપક્ષના નેતા, પક્ષના નેતા આ બધી પોસ્ટો આપી છે. એટલે પાર્ટીના આદેશને માથે ચઢાવું છું. તેમણે ઉમેર્યું હતું કે, વાત રહી દીકરાની ભારતીય જનતા પાર્ટીમાં વાસણા વોર્ડમાં 37 લોકોએ ટિકિટ માંગી છે. દરેક કાર્યકર્તાને ટિકિટ માંગવાનો અધિકાર છે. મારો દીકરો પણ વાસણા વોર્ડમાં યુવા મોરચાનો મંત્રી-ઉપપ્રમુખ રહી ચૂક્યો છે. અત્યારે અમદાવાદ શહેરમાં યુવા મોરચાનો ઉપપ્રમુખ છે. કાર્યકર્તા તરીકે કોરોનામાં મારી સાથે ખભે ખભો મિલાવીને કામ કર્યું છે. એટલે એને કાર્યકર્તા તરીકે ટિકિટ માંગી છે. પાર્ટીએ કહ્યું કે, અમે સગા-વ્હાલામાં નહીં આપીએ, તો આવતી ફેરી માંગશે. પક્ષના દરેક નિર્ણયને અમે માથે ચડાવીએ છીએ. મારો દીકરો આ વોર્ડનો ચૂંટણી ઇન્ચાર્જ છે, ત્યારે મારી અને એની જવાબદારી વધી જાય છે. એટલે જે લોકોને ટિકિટ મળે અમે પક્ષને વફાદાર રહી, જે ઉમેદવાર હશે એને માથે લઈ જંગી બહુમતીથી જીતાડીશું, એની ખાતરી આપું છું. તેમણે ઉમેર્યું હતું કે ભૂતકાળમાં આણંદ જિલ્લાનો પ્રભારી રહી ચૂક્યો છું. પક્ષ કામ કરતા માણસને ક્યારેય નવરો રાખતો નથી. એટલે જે મિત્રોને ફ્રી કર્યા છે, એમને પક્ષ કોઇને કોઈ જવાબદારી આપશે, એવું મારું માનવું છે. કોઈએ નાસીપાસ થવાની જરૂર નથી. પક્ષ બધાનું ધ્યાન રાખતો હોય છે અને રાખશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો

હાર્દિક પંડ્યાએ પુત્ર સાથે મનાવ્યો T20 World Cup જીતનો જશ્ન, નતાશા નજરે ન પડતાં ફેન્સે કહ્યું...

પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

Embed widget