અમદાવાદ-ઇન્દોર હાઈવે પર ટ્રક પાછળ ઘૂસી ગઈ આખી બસ, એક બાજુની આખી સાઇડ ચીરાઇ ગઈ ને...
ઇજાગ્રસ્તોને કઠલાલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. વધુ ઇજાગ્રસ્તોને અન્ય ખાનગી હોસ્પિટલ રીફર કરાયા હતા. 108 અને કઠલાલ પોલીસ પહોંચી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આજુ બાજુના નાગરિકો પણ મદદે આવ્યા હતા.
કઠલાલઃ ખેડામાં કઠલાલના અનારા પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ ઇન્દોર હાઇવે પર કઠલાલ પાસે ટ્રકની પાછળ એસટી બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. એસટી બસના 30 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતો.
ઇજાગ્રસ્તોને કઠલાલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. વધુ ઇજાગ્રસ્તોને અન્ય ખાનગી હોસ્પિટલ રીફર કરાયા હતા. 108 અને કઠલાલ પોલીસ પહોંચી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આજુ બાજુના નાગરિકો પણ મદદે આવ્યા હતા.
જામનગરથી ઝાલોદ જતી એસટી બસ નં. GJ 18 Z 3754ના ચાલકે આગળ ઊભી રહેલી એક ટ્રક સાથે પોતાની બસનો અકસ્માત કર્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસની ખાલી સાઈડનું પડખું ચીરાઈ ગયું હતું, જેને કારણે બસમાં સવાર લગભગ પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
અકસ્માતમાં 30 મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતાં તમામને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જે પૈકી બસના કંડકટર અને એક મુસાફર મહિલાની સ્થિતિ ગંભીર બનતાં અમદાવાદ ખાતે લઇ જવામાં આવ્યાં છે. અકસ્માત બાદ ક્રેન મારફત બસને ટ્રકના પડખામાંથી બહાર કાઢવામાં આવી હતી.