શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સિવિલ હોસ્પિટલના હેડ નર્સ કોરોનાના દર્દીઓની સારવાર કરતાં કરતાં મોતને ભેટ્યા, જાણો વિગત
અમદાવાદ સિવિલ હોસ્પિટલના હેડ નર્સનું કોરોનાને કારણે દુઃખદ નિધન થયું છે. નર્સિંગ ઇન્ચાર્જ કેથરિન અનુપમ કોરોના સામે જંગ હારી ગયા છે.
![સિવિલ હોસ્પિટલના હેડ નર્સ કોરોનાના દર્દીઓની સારવાર કરતાં કરતાં મોતને ભેટ્યા, જાણો વિગત Civil hospital head nurse Catherine Anupama died from covid-19 સિવિલ હોસ્પિટલના હેડ નર્સ કોરોનાના દર્દીઓની સારવાર કરતાં કરતાં મોતને ભેટ્યા, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/20150856/Ahmedabad-nurse.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સતત સારવાર કરી રહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલના હેડ નર્સનું નિધન થતાં દુઃખની લાગણી ફરી વળી છે. 56 વર્ષીય કેથલીન અનુપમને કોરોનાના દર્દીઓની સારવાર કરતાં કરતાં ચેપ લાગ્યો હતો અને આ ચેપને કારણે તેમનું નિધન થયું છે.
ગુજરાતમાં કોરોનાનો કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, એમાં પણ અમદાવાદમાં સૌથી વધુ કેસો છે. ગુજરાતમાં લોકો તો કોરોનાનો ભોગ બની જ રહ્યા છે, સાથે સાથે કોરોના વોરિયર્સ પણ કોરોનાના સંકંજામાં આવી ગયા છે. આવા જ એક કોરોના વોરિયર્સનું દર્દીઓની સારવાર કરતાં કરતાં નિધન થયું છે. 56 વર્ષીય કેથલીન અનુપમનું કોરોનાના કારણે મોત થતાં નર્સિંગ સ્ટાફમાં દુઃખની લાગણી ફરી વળી છે.
સિવિલ હોસ્પિટલના નર્સિંગ ઇન્ચાર્જ કેથરિન અનુપમ કોરોના સામે જંગ હારી ગયા છે. શરૂઆતી તબક્કાથી સિવિલ હોસ્પિટલમાં કેથલીન અનુપમ ફરજ બજાવતા હતા. આ કોરોના વોરિયર્સને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. આ સાથે નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર્સ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
ગુજરાત
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)