કોરોનાની મહામારીમાં આ 2 ફ્રૂટની વધી ડિમાન્ડ, આ શહેરમાં આ બે ફળના ભાવમાં થયો તોતિંગ વધારો
અમદાવાદમાં કોરોના સ્થિતિ બેકાબૂ છે. રોજ નવા રેકોર્ડ બ્રેક કેસ નોંધાઇ રહ્યાં છે. અમદાવાદ શહેરમાં 24 કલાકમાં 5 હજાર 790 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીઓના મૃત્યુ થયા છે.આ સ્થિતિમાં ઇમ્યૂનિટી બૂસ્ટર ગણાતા ફ્રટસના ભાવ આસમાને પહોંચ્યાં છે. વિટામીન સીની પૂર્તિ કરતા લીંબુ અને ઇમ્યૂનિટી બૂસ્ટર લીલા નારિયેળના ભાવનો તોંતિગ વધારો જોવા મળી રહ્યો છો.

કોરોનાની મહામારીમાં ઇમ્યુનિટીને લઇને લોકો વધુ સજાગ બન્યા છે. આ સમયમાં લોકો વિટામીનની સી પૂર્તિ માટે લીંબુની વધુ ખરીદી કરી રહ્યાં છે. લીંબુની ડિમાન્ડ વધી જતાં લીંબુના ભાવમાં તોતિંગ વધારો થયો છે. અમદાવાદ શહેરમાં હાલ લીંબુનો ભાવ 160 રૂપિયે કિલો પહોંચ્યો છે. તો પ્રતિ નંગ નારિયેળનો ભાવ 80 રૂપિયા પહોંચ્યો છે.
કોરોનાની મહામારીમાં વિટામીન સી અને હાઇડ્રેઇટ રહેવા માટે લિક્વિડ લેવાની સલાહ નિષ્ણાતો દ્રારા અપાતી હોવાથી નારિયેળ અને લીંબુના ભાવ આસમાને પહોંચ્યાં છે. અમદાવામાં લીંબુ પ્રતિ કિલો 160 રૂપિયા તો લીલા નારિયેળ પ્રતિ નંગ 80 રૂપિયા પહોંચ્યો છે. ગત સપ્તાહ સુધી નાળિયેરનો ભાવ 50 થી 60 રૂપિયા હતો. આ સાથે સ્વાસ્થ્યવર્ધક ગણાતા ફ્રૂટસના ભાવમાં પણ તોતિંગ વઘારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, અમદાવામાં દરરોજ રેકોર્ડ બ્રેક કેસ નોંધાઇ રહ્યાં છે.
અમદાવાદામાં શું છે કોરોનાની સ્થિતિ?
અમદાવાદ શહેરમાં સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ. રવિવારે અમદાવાદ શહેરમાં 24 કલાકમાં 5 હજાર 790 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીઓના મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં કુલ કેસનો આંક 1 લાખ 33 હજાર 106 કેસ પર પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2 હજાર 721 થયો છે. અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસનો આંક પણ 43 હજાર 899 પર પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં એપ્રિલના 25 દિવસમાં જ કોરોનાના 60 હજારથી વધુ એટલે 64 હજાર 702 કેસ નોંધાયા અને 421 દર્દીના મૃત્યુ થયા છે. અમદાવાદમાં રવિવારે વધુ 1 હજાર 590 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં શહેરમાં કુલ 80 હજાર 138 દર્દીઓએ કોરોનાને માત આપી છે.