Vav By Election: વાવમાં કમળ ખીલશે કે ગુલાબ? છઠ્ઠા રાઉન્ડ બાદ જાણો કોણે મેળવી લીડ
Vav By Election: વાવ પેટાચૂંટણીના શરુઆતના પરિણામો આવી રહ્યા છે. છઠ્ઠા રાઉન્ડના મતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. તેઓ 6399 મતોથી આગળ ચાલી રહ્યા છે.
Vav By Election: વાવ પેટાચૂંટણીના શરુઆતના પરિણામો આવી રહ્યા છે. છઠ્ઠા રાઉન્ડના મતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. તેઓ 6399 મતોથી આગળ ચાલી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, 5માં રાઉન્ડના અંતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 2611 મતથી આગળ હતા. જે બાદ છઠ્ઠા રાઉન્ડમાં તેમની લીડમાં મોટો ઉછાળો આવ્યો છે. આમ ગુલાબસિંબ બીજેપીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમદેવાર માવજી પટેલ પર ભારે પડી રહ્યા છે. જો કે, હજુ ભાભરના મતોની ગણતરી બાકી છે. ભાભરને બીજેપીનો ગઠ માનવામાં આવે છે. બીજેપી નેતાઓનું કહેવું છે કે, ભાભરની ગણતરી બાદ બીજેપી આગળ નિકળશે.
વાવ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી પાલનપુરના જગાણામાં આવેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં કરવામાં આવી રહી છે. સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરી થઈ હતી. બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થયા બાદ 321 બુથના ઈવીએમની 23 રાઉન્ડની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે કુલ 70.55 ટકા મતદાન થયું હતું.
કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે વાવની પેટાચૂંટણીમાં કોગ્રેસની જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે કમળ પર ગુલાબ ભારે પડશે. ગુલાબસિંહ રાજપૂતની પાંચ હજારની લીડથી જીત થશે. વાવ ગુલાબસિંહનું હોમ ગ્રાઉન્ડ છે. સુઈગામ અને વાવમાં કૉંગ્રેસને સારી લીડ મળશે. ભાભર તાલુકામાં કૉંગ્રેસને ઓછા મત મળશે. ભાભરમાં ઠાકોર સમાજના વધુ મતદાર હોવાથી ભાજપને ફાયદો થશે.
બીજી તરફ દેશના 13 રાજ્યોની 46 વિધાનસભા બેઠક, મહારાષ્ટ્રના નાંદેડ અને કેરળની વાયનાડ લોકસભા બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના પણ મતગણતરી કરાશે. વાયનાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી મેદાનમાં છે. પ્રિયંકા ગાંધી વાડ્રાની ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના દિગ્ગજ નેતા સત્યન મોકેરી અને ભારતીય જનતા પાર્ટીની નવ્યા હરિદાસ વચ્ચે ટક્કર છે. આ સિવાય કેરળની પલક્કડ અને ચેલાક્કારા વિધાનસભા બેઠકની મતગણતરી પણ કરાશે.
સાથે જ ઉત્તર પ્રદેશની નવ, રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ, પંજાબ, બિહાર અને કર્ણાટકની ચાર-ચાર, મધ્ય પ્રદેશ અને કેરળની બે બે બેઠક સાથે છત્તીસગઢ, મેઘાલયની એક એક વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પણ આજે પરિણામ જાહેર કરાશે. ઉત્તર પ્રદેશના મીરાપુરા, કુંદરકી, સીસામઉં, કટેહરી, ફુલપુર, મઝવા, ગાઝિયાબાદ, કરહલ અને ખૈર બેઠક પર 20 નવેમ્બરે પેટાચૂંટણીનું મતદાન યોજાયુ હતુ. રાજસ્થાનની ઝુંઝુનુ, રામગઢ, દૌસા, દેવલી-ઉનિયારા, ખીંવસર, સલુંબર અને ચૌરાસી બેઠક પર પેટાચૂંટણીની મતગણતરી યોજાશે.
પંજાબમાં ગિદ્દરબાહા, ડેરા બાબા નાનક, ચબ્બેવાલ અને બરનાલા વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણીનું મતગણતરી હાથ ધરાશે. કર્ણાટકની સંદુર, શિગ્ગાંવ અને ચન્નપટના વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરાશે. પશ્ચિમ બંગાળની સિતાઈ, મદારીહાટ, નૈહાટી, હરોઆ, મેદિનીપુર અને તાલડાંગરા વિધાનસભાની પેટાચૂંટણીના આજે પરિમાણ આવશે. અસમની ઢોલાઈ, સિડલી, બોંગાઈગાંવ, બેહાલી, સામાગુરૂ વિધાનસભા બેઠક, જ્યારે બિહારમાં તરારી, રામગઢ, ઈમામગંજ, બેલાગંજ અને મધ્ય પ્રદેશની વિજયપુર અને બુધની જ્યારે મેઘાલયમાં ગમબ્રેગેની પેટાચૂંટણીનું આજે પરિણામ આવશે.
આ પણ વાંચો...